મોરબીમાં મેઘડંબર, મેઘમહેરની જોવાતી રાહ

- text


મોરબી : મોરબીમાં આજે મેઘડંબર વચ્ચે લોકો મેઘમહેરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આભમાં કાળા ડીબાંગ વાદળો મેઘસવારી હવે નજીક હોવાના જ સંકેતો આપી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જો કે મેઘરાજા મોરબી ઉપર હેત તો વરસાવી રહ્યા છે પણ હજુ મેઘરાજા મનમૂકીને વરસે તેવું ઇચ્છી રહ્યા છે. હા, મોરબી જેવા નગરમાં મેઘરાજાના વરસાદથી અનેક મુસીબતો સર્જાવાની છે પણ લોકો તેને અવગણી મેઘરાજાને વધાવવા આતુર છે.

- text

- text