ટંકારાના હીરાપર, સરાયા, હરબટીયાળી, જબલપુર, સાવડી સહિતના ગામોમાં જોરદાર વરસાદ

- text


ટંકારા : ટંકારના ગ્રામ્ય પંથકમાં આજે સાંજે ધોધમાર વરસાદ પડ્યો છે. હીરાપર, સરાયા, હરબટીયાળી, જબલપુર, સાવડી સહિતના ગામોમાં અનેક જગ્યાએ ગોઠણસમાં પાણી ભરાયા હતા. ઉપરાંત નદી- નાળા છલકાઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ અમુક ગામોમાં પાંચેક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જો કે તાલુકા કક્ષાએ ગામડાઓનો વરસાદ નોંધાતો ન હોવાથી ગ્રામ્ય કક્ષાના વરસાદના ચોક્કસ સત્તાવાર આંકડા મળી શક્યા નથી.

- text

- text