હળવદ તાલુકામાં 22 હજાર વૃક્ષો વાવવાની ઝુંબેશની શરૂઆત કરાવતા ડીડીઓ

- text


હળવદ : હળવદ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિના હસ્તે માનસર ગામે વૃક્ષારોપણ કરીને 22 હજાર વૃક્ષો વાવવાની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.

આ સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે 100 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. વનવિભાગના સહકારથી રોપા મેળવવામાં આવ્યા, જેને વાવ્યા બાદ મનરેગા યોજના અંતર્ગત ત્રણ વર્ષ સુધી ઉછેરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયત દ્વારા ગ્રામજનોને આ ઝુંબેશમાં જોડાવા અને ગ્રામ પંચાયતને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત પીંજરા અથવા ફેંસિંગ માટે દાતા બનવા માટે પોતપોતાના ગામના સરપંચ/ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવા લોકોને આહવાન કરાયું છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text