અધિકારીઓના ત્રાસથી કોન્ટ્રાક્ટરના આત્મહત્યા કેસમાં કડક કાર્યવાહીની માંગ

- text


મોરબી કોન્ટ્રાક્ટર એસોસિએશનની મોરબી કલેક્ટરને આવેદન આપ્યું

મોરબી : મોરબી જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને એસોસિએશનના અમદાવાદના સભ્ય કનુભાઈ પટેલની આત્મહત્યા મામલે જવાબદાર અધિકારી સામે કડક પગલાં ભરવા ઉગ્ર માંગ કરી છે.

મહત્વનું છે કે, ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના સભ્ય કનુભાઈ પટેલે ગત તારીખ 15 જૂનના રોજ ફાંસો ખાઈને આlત્મહત્યા કરી લીધી હતી. ત્યારે એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ છે કે, કનુભાઈ પટેલે કરેલા કામના બિલ માટે તેઓએ અનેક વખત માંગણી કરી હ તી. આત્મહત્યના બે-ત્રણ દિવસ પહેલા પણ તેઓએ અધિકારીઓને કહ્યું હતું કે, મારં બિલ કરાવો નહિતર મારે નાણાકીય ભીડના કારણે આત્મહત્યા કરવી પડશે. તેમ છતાં અધિકારીએ તેમની વાતને ગંભીરતાથી લીધી ન હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, અધિકારી બિલ કાઢવા માટે ઉચ્ચ ટકાવારીની માંગણી કરતાં હતા અને કામ ચાલુ હોવા છતાં ખોટી નોટિસ આપીને માનસિક ત્રાસ આપતાં હતા અને અમાનવીય વર્તન કરતાં હતા. તો આવા નિષ્ઠુર અને લોભી અધિકારીને શિક્ષાત્મક પગલાં લઈને કડક સજા કરવામાં આવે તેવી કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. સાથે જ મૃતક કનુભાઈ પટેલના બાકી બિલના નાણા જલદીથી તેમના પરિવારને આપી દેવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ ઉપરાંત દર મહિને કોન્ટ્રાક્ટરને કામનં ચુકવણું કરવામાં આવે, સબ કોન્ટ્રાક્ટરને હાલના નિયમમાં ફેરફાર કરીને કાયદેસરની માન્યતા આપવી અને જિલ્લા પંચાયતમાં નવી ચાલ કરેલી પ્રેસા એપને બંધ કરીને ઓફલાઈન બિલનું ચુકવણું કરવામાં આવે તેવા સૂચનો પણ કરવામાં આવ્યા હતા.

- text

- text