બરવાળા ગામે ‘ચલો ગાવ કી ઓર પ્રકૃતિ કે સાથ’ અભિયાન અંતર્ગત 22મીએ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે

- text


પ્રથમ ચરણમાં 70 ગામોમાંથી સ્વેચ્છાએ અંદાજે 3000 વૃક્ષો વાવવામાં આવશે

મોરબી : મોરબી જિલ્લા સમૂહ લગ્ન સમિતિ/શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ મોરબી અને સમસ્ત બરવાળા ગામના સંયુક્ત ઉપક્રમે ‘ચલો ગાવ કી ઓર પ્રકૃતિ કે સાથ’ ના વિચારને મુર્તિમંત કરવા અને પર્યાવરણ બચાવવા તારીખ 22-6-2024ને શનિવારના રોજ સવારે 9 કલાકે બરવાળા સમાજવાડી મોરબી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

સમિતિના માધ્યમથી મોરબી જિલ્લાના દરેક ગામોમાં પર્યાવરણનું કામ થાય તેવા ઉમદા હેતુથી કામ કરવા પ્રથમ ચરણમાં 70 ગામોમાંથી સ્વેચ્છાએ અંદાજે 3000 વૃક્ષો વાવવાની તૈયારી સાથે યુવાનો આગળ આવ્યા છે.

- text

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજકોટ સાંસદ પરસોત્તમ રૂપાલા, માજી સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા વિશેષ અતિથિથી તરીકે તેમજ ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સબ ડી.એફ.ઓ.વિસ્તરણ-રાજકોટ એસ.ટી.કોટડીયા, કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન મોરબીના પ્રમુખ જયંતીભાઈ જે. શેરશિયા, મોરબી જિલ્લા પંચાયત સીટ-બગથળાના સદસ્ય સતિષભાઈ મેરજા ઉપસ્થિત રહેશે.

- text