મોરબી જિલ્લામાં કાલે બુધવારે છુટાછાવાયા હળવા વરસાદની આગાહી

- text


ગરમીમાંથી આંશિક રાહત મળશે : પાંચ દીવસ તાપમાન ૩૮ થી ૩૯ ડીગ્રી રહેવાનું અનુમાન

મોરબી : મોરબી જીલ્લામાં આગામી તા.૧૯થી તા.૨૩ જૂન દરમિયાન ગરમ અને ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ તા. ૧૯ ના રોજ છુટાછાવાયા વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આગાહી જાહેર કરી છે.

આગાહીમાં જણાવાયુ છે કે આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૮-૩૯ ડીગ્રી સેલ્સીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ર૬-૨૭ ડીગ્રી સેલ્સીયસ જેટલું રહેવાની સંભાવના છે.આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૬૭-૭૧ અને ૩૬-૪૪ ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમ અને નૈરુત્યની રહેવાની અને પવનની ઝડપ ૨૭ થી ૩૪ કીમી/કલાક રહેવાની શક્યતા છે.

- text

- text