મોરબીમાં પાઇપલાઇન તૂટતા અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાયું

- text


સાંજ સુધી પાણીની પાઇપલાઇનનું સમારકામ ચાલ્યું, વિતરણ શરૂ કરી દેવાયુ હોવાનું જણાવતા અધિકારી  

મોરબી : મોરબીમાં પાણીની લાઈન તૂટી જવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાયુ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે પાલિકાના જણાવ્યા મુજબ સાંજ પછી પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મચ્છુ-2 ડેમ પાસે પાલિકાની પાણીની લાઈન તૂટી ગઈ હતી. અગાઉથી જ શહેરમાં અમુક વિસ્તારોમાં એકાતરા તો અમૂક વિસ્તારોમાં બે દિવસે પાણી અપાઈ છે. આ લાઈન તૂટવાથી અનેક વિસ્તારોમાં પાણી પહોચ્યું ન હતું. આ મામલે પાણી પુરવઠા અધિકારી હર્ષદભાઇના જણાવ્યા અનુસાર લાઈન તૂટવાના કારણે સમારકામ ચાલુ હતું. સમારકામ પૂર્ણ થઈ ગયું છે. સાંજથી પાણી વિતરણ શરૂ થઈ ગયુ છે. હવે કોઈ પ્રશ્ન નથી.

તો બીજી તરફ માધાપર વિસ્તારના સ્થાનિકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં બે દિવસથી પાણી આવ્યું નથી. નગરપાલિકામાં કોઈ ફોન ઉપાડતુ પણ નથી. નગરપાલિકા સમય અનુસાર પાણી વિતરણ કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text

- text