મોરબીમાં એક તરફ પાણી કાપને બીજી તરફ વેડફાટ 

- text


બેઠા પુલ નજીક વાલ્વનું ચપલુ તોડી નાખવામાં આવતા પાણીના ધોધ વછૂટ્યા : લોકોએ કપડાં ધોવાનું શરૂ કર્યું 

મોરબી : મોરબીની જીવાદોરી મચ્છુ -2 ડેમ ખાલી કરી નાખવામાં આવ્યા બાદ મોરબીમાં પાણી કાપ લાદવામાં આવ્યો છે તેવા સમયે જ મોરબીના બેઠા પુલ પાસેથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનનો વાલ્વ કોઈ અજાણ્યા ઈસમોએ તોડી નાખતા પાણીના ધોધ વછૂટવાની સાથે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.

મોરબી શહેરમાં કાળઝાળ ગરમીના સમયે જ મચ્છુ-2 ડેમના પાટિયા રીપેર કરવા માટે ડેમને ખાલી કરી નાખવામાં આવતા મોરબીમાં પાણીકાપની સ્થિતિ વચ્ચે લોકોને પાણી માટે ઝઝૂમવું પડી રહ્યું છે તેવા સમયે જ મોરબીના બેઠા પુલ નજીકથી પસાર થતી પાણીની મુખ્ય લાઈનમાં વાલ્વ કોઈએ તોડી નાખતા હજારો લીટર પાણી ગંદા પાણી સાથે વહી રહ્યા છે અને લોકોએ અહીં કપડાં ધોવાનું શરૂ કર્યું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

બીજી તરફ પાણીના વેડફાટ મામલે મોરબી નગર પાલિકાના વોટર વર્કસ વિભાગનો સંપર્ક સાધવામાં આવતા પાણી પુરવઠા વિભાગના અધિકારી હર્ષદભાઈએ જણાવ્યું હતું કે સ્થાનિક લોકોએ પાણી માટે મુખ્ય લાઇનમાં આવેલ વાલ્વનું ચપલું તોડી નાખ્યું છે અને ઘટનાની જાણ થતા જ તાત્કાલિક રિપરિંગ માટે ટીમને દોડાવવામાં આવી હોવાનું અંતમાં ઉમેર્યું હતું.

- text

- text