1 જુલાઈએ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા

- text


પુરક અંદાજપત્ર રજુ કરાશે : કેરાળા ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થતા પંચાયતના વિસર્જન માટે અભિપ્રાય લેવાશે

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા.૧ જુલાઈના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીની અધ્યક્ષતામાં તથા ડીડીઓ જે.એસ.પ્રજાપતિના સચિવ સ્થાને યોજાનાર છે.

આ બેઠકમાં સામાન્ય સભાની ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવશે. એક કલાકની પ્રશ્નોત્તરી યોજાશે. સદસ્યો તરફથી મળેલ પ્રસ્તાવ હોય તો તે બાબતે ચર્ચા થશે. જિલ્લા પંચાયત મોરબીની વર જિ.પં.સ્વભંડોળ વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ તેમજ જિ.પં.રેતી રોયલ્ટીના વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય સભાની બહાલીની અપેક્ષાએ આપેલ વહીવટી મંજુરીના કામોને તેમજ રજુ થયેલ વહીવટી મંજુરીની દરખાસ્તોને બહાલી આપવા માટે મુકવામાં આવશે.

૧૫માં નાણાપંચના વર્ષ ૨૦૨૩-૨૪/ ૨૦૨૪-૨૫ ના પૂર્તતામાં આવેલ, નામંજુર થયેલા, બચત રકમના આયોજનને બહાલી આપવા મુકાશે. જિ.પં.સ્વભંડોળ વર્ષ ૨૦૨૪-૨૫ ના આયોજન અર્થે ચર્ચા થશે.

- text

જિલ્લા પંચાયતના વર્ષ ૨૦૨૪-૨૫ ના અંદાજપત્રની જોગવાઈમાં સુધારો એટલે કે પુરક અંદાજપત્ર રજુ કરવામાં આવશે. કેરાળા ગ્રામ પંચાયત (તા. મોરબી) નું સને ૨૦૨૪-૨૫ નું બજેટ નામંજૂર થયેલ હોઈ કલમ-૨૫૩ અન્વયે પંચાયતનું વિસર્જન કરવા બાબતે અભિપ્રાય લેવામાં આવશે.

- text