મોરબીમાં નેસ્ટ K12 એજ્યુકેશનના ફાઉન્ડરના જન્મદિને 3 હજાર ફૂડ પેકેટનું વિતરણ

- text


મોરબી : મોરબીની નામાંકિત અને જાણીતા નેસ્ટ K12 એજ્યુકેશનના ફાઉન્ડર અને ચેરમેન કે. આર.પડસુંબિયાનો આજે જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસની નેસ્ટર બર્થ ડે ચેરીટી કલબ એટલે NBCC દ્વારા પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મોરબીના રવાપર રોડ અવની ચોકડી, ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ ગ્રાઉન્ડ એટલે સુપર માર્કેટ, માધવ માર્કેટ ની બાજુમાં તેમજ સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે જરૂરતમંદોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહારની 3 હજાર જેટલી કીટનું વિતરણ કરીને દરેકને પોતાના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

- text

- text