વિચરતી અને વિમુક્ત જાતિ આયોગના સદસ્ય મોરબીની મુલાકાતે

- text


આગેવાનો અને કાર્યકરોને સંગઠનથી મળતા લાભો વિશે આપ્યું માર્ગદર્શન  

મોરબી: મોરબીમાં અને સર્કીટ હાઉસ ખાતે દિલ્હીથી વિચરતી અને વિમુક્ત જાતિ આયોગના સભ્ય ભરતભાઇ પટ્ટણી દ્વારા ગુજરાતના મુખ્ય મથક જીલ્લાઓમાં વિમુક્ત અને વિચરતી જાતિના આગેવાનો અને કાર્યકરોને સંગઠનથી મળતા લાભો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

જેમાં ચુંવાળીયા કોળી સમાજના આગેવાનો દિલીપભાઈ અગેચાણીયા એડવોકેટ મંત્રી મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચો પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, પુવૅ સરપંચ અશોકભાઇ વરાણીયા, ધનજીભાઈ સંખેસરીયા ચંદુભાઈ બાબરીયા જગદીશભાઈ બાંભણિયા સાથે જુદા – જુદા સામાજિક ન્યાય માટેના પ્રશ્નોની લેખીતમાં અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી.

- text

આ દરમિયાન ચુંવાળીયા કોળી સમાજ, દેવીપુજક સમાજ, વણઝારા સમાજ, વાદી સમાજના આગેવાનો દ્વારા ભરતભાઈ પટણીનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

- text