રાજકોટ-મોરબી હાઇવે ઉપર ટેન્કર પાછળ ટ્રક ઘુસી ગયો, એકનું મૃત્યુ 

- text


સદભાવના વૃધ્ધાશ્રમનું ટેન્કર વૃક્ષોને પાણી પીવડાવતો હતો ત્યારે વીરપર નજીક બનેલી દુર્ઘટના

મોરબી : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક વૃક્ષને પાણી પીવડાવી રહેલા ટેન્કર પાછળ કન્ટેનર ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બિહારના યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ બુધવારે બપોરના સમયે મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે નવયુગ કોલેજ સામે બાપા સીતારામની મઢુલી નજીક સદભાવના વૃદ્ધાશ્રમનું ટેન્કર હાઈવે વચ્ચે વાવેલા વૃક્ષોને પાણી પીવડાવી રહ્યું હતું તે દરમિયાન પાછળથી ટ્રક કન્ટેનર અથડાતા કન્ટેનર ટ્રકની કેબિનનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં બિહારના વતની ગુડ્ડુભાઈ શિવનાથભાઈ રાય ઉ.42 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું ટંકારા પોલીસે જણાવ્યું હતું. સાથે જ આ અકસ્માતમાં વૃક્ષને પાણી પીવડાવી રહેલા એક વ્યક્તિને માથાના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text