રાજ્યમાં ચોમાસુ નિષ્ક્રિય ! હવે 20મી બાદ સાર્વત્રિક વરસાદની સંભાવના 

- text


જૂનાગઢના હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીનુ અનુમાન

મોરબી : રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રવેશ બાદ અચાનક જ ચોમાસુ નિષ્ક્રિય બની ગયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, હાલમાં અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ ન હોવાથી ચોમાસુ નિષ્ક્રિય બની ગયું છે અને હવે આગામી 20 જૂન બાદ ચોમાસુ સક્રિય બને તેવા સંકેતો છે.

રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો હોવાના અહેવાલ આપ્યા છે એવા સમયે જ જૂનાગઢના હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ચોમાસાનો પ્રારંભ થતાં જ ચોમાસું નિષ્ક્રિય થયું છે. અને હાલમાં અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ ન હોવાથી આગામી એક સપ્તાહ સુધી સારા વરસાદની કોઈ શક્યતા નથી. જો કે, પરેશભાઈએ રાજ્યના કેટલાક ભાગોમાં છુટાછવાયા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

- text

હવામાન નિષ્ણાત પરેશભાઈએ જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં ઘણી વખત એવું બન્યું છે કે, ચોમાસાના પ્રારંભ સાથે જ સિસ્ટમ નબળી પડતા ચોમાસુ નિષ્ક્રિય થઈ જતું હોય છે, હવામાન શાસ્ત્રીઓ આ સ્થિતિને મોન્સૂન બ્રેક તરીકે ઓળખતા હોવાનું જણાવી તેમને ઉમેર્યું હતું કે, હવે રાજ્યમાં 20 જૂન બાદ સાર્વત્રિક વરસાદ થવાની સંભાવના છે સાથે જ રાજ્યમાં છુટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

- text