મોરબી જીલ્લાના 4 પીઆઈની બદલી કરતા એસપી

- text


મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ચાર પીઆઈની આંતરિક બદલીઓના હુકમો કરવામાં આવ્યા છે. આચારસંહિતા ઉઠ્યા બાદ મોરબી જિલ્લા પોલીસમાં આ પ્રથમ બદલીના ઓર્ડર થયા છે.

જેમાં લીવ રિઝર્વમાં રહેલા પીઆઇ આર.એસ.પટેલને સાયબર ક્રાઇમ પીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે. પીઆઈ એન.આર.મકવાણાને મોરબી તાલુકા પોલીસ મથક પીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે. કે.કે.દરબારને સીપીઆઈ મોરબી તરીકે પોસ્ટિંગ અપાયું છે. મોરબી સીપીઆઈ તરીકે ફરજ બજાવતા પીઆઈ એન.એ.વસાવાને મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ તરીકે મુકવામાં આવ્યા છે.

- text

- text