જોખમી સવારી : ઇકોની છત ઉપર મુસાફરો બેસાડાયા, વિડીયો વાયરલ

- text


ઉંચી માંડલ પાસે ઇકોચાલકની લાપરવાહી કેમેરામાં ઝડપાઇ : ઇકો મધ્યપ્રદેશ પાર્સિંગની 

https://youtube.com/shorts/6lW-7S3MCzk?si=IpPrQOXKNgCIaIaG

મોરબી : મોરબી નજીક એક ઇકોની છત ઉપર પેસેન્જર બેસાડીને જોખમી સવારી થતી હોય એક જાગૃત નાગરિક દ્વારા તેનો વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર એલર્ટ બન્યું છે. છતાં ઘણી જગ્યાએ નાની મોટી લાપરવાહીના દ્રશ્યો જોવા મળે છે. આવા જ દ્રશ્યો હળવદ રોડ ઉપર ઊંચી માંડલ પાસે જોવા મળ્યા છે. જેમાં મધ્યપ્રદેશ પાર્સિંગની એક ઇકો સડસડાટ જઈ રહી છે. તેની છત ઉપર ત્રણથી ચાર વ્યક્તિ સામાન સાથે બેસાડવામાં આવ્યા છે.

- text

આ સમગ્ર ઘટનાનો વિડીયો એક જાગૃત નાગરિકે પોતાના કેમરામાં કેદ કરી લીધો હતો. દેખાવમાં નાની લાગતી આ લાપરવાહી જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે આ મામલે તંત્ર કડક પગલા લ્યે તે જરૂરી છે.

- text