હળવદમાં ફાયર સેફટીને લઈને 43 મિલ્કતોને નોટિસ, રાજકીય ઓથ ધરાવતા બિલ્ડરો સામે ક્યારે કાર્યવાહી ?

- text


જેમને નોટિસો અપાઈ તેઓ બે દિવસમાં યોગ્ય વ્યવસ્થા નહિ કરે તો સોમવારથી કાર્યવાહીના એંધાણ

હળવદ : હળવદ પાલિકા તંત્ર દ્વારા શહેરમાં આવેલ જુદી જુદી હોટલો, બેંકો,સ્કૂલો તેમજ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરી ફાયર સેફટીની એનઓસી તેમજ બીયુ પરમિશન ન હોવાના કારણે 43 મિલકત ધારકોને નોટિસો ફટકારવામાં આવી હતી અને દિવસ બેમાં યોગ્ય વ્યવસ્થા કરી લેવી અન્યથા સીલ મારી દેવા સુધીની તૈયારી બતાવી હતી. જો કે હરીદર્શન ચોકડી પાસે રાજકીય ઓથા ધરાવતા બિલ્ડરોના કોમ્પ્લેક્ષ પાસે એનઓસી કે બીયુ પરમિશન ન હોવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ કોમ્પ્લેક્ષને નોટિસ પણ ફટકારવામાં આવી નથી. જેથી પાલિકા તંત્રની કાર્યવાહી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને હળવદમાં જુદી જુદી 43 મિલ્કત ધારકોને ફાયર સેફ્ટીની એનઓસી તેમજ બીયુ પરમિશન ન હોવાના કારણે નોટિસો ફટકારવામાં આવી છે જોકે શહેરના હરીદર્શન ચોકડી પાસે બનેલા વિશ્વાસ આર્કેડમા ફાયરની એનઓસી કે પછી બીયુ પરમિશન ન હોવાની રાવ ઉઠવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા તેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનું કાર્યાલય પણ આ જ કોમ્પલેક્ષમાં આવેલ છે સાથે જ તાલુકા ભાજપનું કાર્યાલય પણ આ જ કોમ્પલેક્ષમાં આવેલ છે.

હળવદ ફાયરના અધિકારી રોહિતભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વિશ્વાસ આર્કેડને રાજકોટ અગ્નિકાંડ પહેલા બે વખત નોટિસ ફટકારવામાં આવી હતી. અમારી ટીમ દ્વારા ત્યાં ચકાસણી કરાયા બાદ આગળની કાર્યવાહી કરશે.

- text

- text