14 જૂનની ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત માર્ગથી ચાલશે    

- text


મોરબી : ઉત્તર મધ્ય રેલવેના યમુના બ્રિજ અને આગરા ફોર્ટ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કાર્ય માટે નૉન ઈન્ટરલોકિંગ કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત માર્ગથી ચાલશે.

14 જૂન 2024 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ બયાના-આગરા ફોર્ટ-ટૂંડલાને બદલે આંશિક રીતે પરિવર્તિત માર્ગ વાયા બયાના-આગરા કેન્ટ-ઉદી મોડ-ઇટાવાના માર્ગે ચાલશે. આ ટ્રેન આગરા ફોર્ટ અને ટૂંડલા સ્ટેશનો પર નહીં જાય. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text