મોરબીમાં ફાયર સેફટી ન હોવાથી જીમને કરાયું સિલ

- text


તંત્ર દ્વારા શહેરની 13 હોસ્પિટલમાં ચેકીંગ, 7ને નોટિસ ફટકારાય

મોરબી : મોરબીમાં સતત ત્રીજા દિવસે ફાયર સેફટીને લઈને તંત્રની ચેકીંગ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં આજે 13 હોસ્પિટલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી 7ને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે એક જીમને સિલ મારી દેવામાં આવ્યું હતું.

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડને લઈને ઉપરથી આદેશો છુટતા મોરબીમાં છેલ્લા 3 દિવસથી તંત્ર દ્વારા હોસ્પિટલોમા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે પણ 13 હોસ્પિટલમાં ફાયર સહિતની ટીમોએ ચેકીંગ હાથ ધર્યું હતું. આ વેળાએ રામ ચોકમાં આવેલ સ્ટે વેલ જીમમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળતા તેને સિલ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે 7 જેટલી હોસ્પિટલોમા ફાયર સેફટીને લઈને ક્ષતિઓ જોવા મળતા તેને નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ ફાયર સ્ટેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

- text

- text