રાજકોટ ગેમઝોન આગ : મૃતદેહો સળગીને કોલસો થઈ ગયા, PM મોદીએ દુઃખ વ્યકત કર્યું

- text


વાલીઓ બાળકોના ચહેરા પણ છેલ્લી વાર ન જોઈ શક્યા

અમુક મૃતદેહોને તો બાચકામાં ભરવા પડ્યા : રાજયમાં તમામ ગેમઝોન બંધ કરવાના આદેશો છૂટ્યા, આગની ઘટનાથી રાજ્યભરમાં હાહાકાર

મોરબી : રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગમાં 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનામાં એવી કરુણતા સર્જાઈ કે મૃતદેહો બળીને કોલસા જેવા થઈ ગયા હોય વાલીઓ પોતાના બાળકોના ચહેરા છેલ્લી વાર પણ જોઈ શક્યા નહિ. આ ગોઝારી દુર્ઘટના અંગે મુખ્યમંત્રી, ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ પણ દુઃખ વ્યકત કરી મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે 2 થી 3 કિલોમીટર દૂરથી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. આગને પગલે ફાયર વિભાગની 10 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ રેસ્કયુ ચાલુ જ છે. હાલ સુધી 24 મૃતદેહો મળી આવ્યા છે.

- text

મોટાભાગના મૃતદેહો આગમાં બળીને કોલસા જેવા થઈ ગયા છે. ઘણા મૃતદેહોને તો બાચકામાં ભરવા પડ્યા હતા. ઉપરાંત મૃતદેહો બળીને ખાખ થઈ ગયા હોય ઓળખ પણ થઈ શકે તેમ નથી. વાલીઓ પોતાના બાળકો છેલ્લી વખત પણ જોઈ શક્યા ન હોય ભારે કરુણાંતિકા સર્જાઈ હતી.

- text