રાજકોટ ગેમ ઝોન આગ : મોતનું તાંડવ મચ્યું, મૃત્યુઆંક 24એ પહોંચ્યો

- text


આંખે આખું ગેમઝોન બળીને ખાખ, 45 મિનિટની અંદર 17 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા : આગ પહેલા રજીસ્ટર ઉપર 70 લોકોની એન્ટ્રી થઈ હતી

મોરબી : રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગે મોતનું તાંડવ મચાવ્યું છે. અત્યાર સુધીમાં 24 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યુ છે. બીજી બાજુ આગ લાગી ત્યારે રજીસ્ટર ઉપર 70 લોકોની એન્ટ્રી લખેલી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં આજે સાંજના અરસામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ આગે ભીષણ રૂપ ધારણ કરી લેતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ હાલ રેસ્કયુ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ફાયર વિભાગના જવાનો હાલ બળીને ખાખ થઈ ગયેલા ગેમઝોનના ખૂણે ખૂણા તલાશી રહ્યા છે. વધુમાં ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓએ પણ ધામાં નાખ્યા છે.

- text

જાણવા મળતી વિગતો અનુસાર સિવિલ હોસ્પિટલમાં 45 મિનિટમાં જ 17 મૃતદેહો આવી પહોંચ્યા હતા. આ ગેમઝોનનું જે એન્ટ્રી રજીસ્ટર હતું. તેમાં આગ પૂર્વે 70 લોકોની એન્ટ્રી થઈ હોવાનું નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનાથી આખું રાજકોટ શોકમય બની ગયું છે.

- text