રાજકોટ ગેમ ઝોન આગ : મૃત્યુઆંક 8એ પહોંચ્યો, હજુ પણ વધે તેવી શકયતા

- text


મૃતદેહો બળીને ખાખ થઈ જતા ઓળખ મેળવવા ડીએનએ ટેસ્ટ કરાશે : મુખ્યમંત્રી કલેકટરના સતત સંપર્કમાં

મોરબી : રાજકોટના એક ગેમઝોનમાં લાગેલી આગની દુર્ઘટનામાં મૃત્યુઆંક 8એ પહોંચી ગયો છે. હજુ પણ તેમાં વધારો થવાની શકયતા સેવાઈ રહી છે. બીજી તરફ ફાયર વિભાગ હાલ પુરજોશમાં રેસ્કયુ ઓપરેશન ચલાવી રહ્યું છે.

રાજકોટ શહેરના નાના મવા રોડ ઉપર આવેલ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. આ આગમાં આઠ લોકોના મોત થયા છે અને 10થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હજુ પણ ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે.તેવી શકયતા છે. વધુમાં જે મૃતદેહો મળ્યા છે તે તમામ બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે મૃતકોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.

- text

આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે કે રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.

- text