હળવદના અગર વિસ્તારમાં પૌષ્ટિક નાસ્તાનું વિતરણ

- text


- text

હળવદ : હળવદ તાલુકાના આઇ.સી ડી.એસ વિભાગ દ્વારા ટિકર રણવિસ્તારમાં આંગણવાડી વર્કર શાન્તિબેન, રેખાબેન, બિન્દુ બેન, ભાવનાબેન, ચંન્દ્રીકાબેન, સુપરવાઇઝર લાભુબેન, સી.ડી.પી.ઓ. મમતાબેન તથા મોરબી જિલ્લાના અગરીયા હિતરક્ષક મંચના કોઓડીનેટર મારૂતસિંહ બારૈયાના સહયોગથી હળવદ તાલુકાના અગરના બાળકો ,કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓમાં નાસ્તો અને ટી.એચ.આર વિતરણ કરવામાં આવ્યું. આ દરમ્યાન આરોગ્ય વિભાગ મોબાઈલ હેલ્થ યુનિટ મેડીકલ ઓફિસર દીપીકાબેન કાપડીયા દ્વારા આ તમામનું હેલ્થ ચેકઅપ કરી દવાનું વિતરણ કરવામાં આવ્યું.

- text