રાજકોટમાં મોટી દુર્ઘટના : ગેમઝોનમાં લાગી ભીષણ આગ : 3ના મોત, રેસ્કયુ ચાલુ

- text


મોરબી : રાજકોટમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. અનેક લોકો આ ગેમઝોનમાં ફસાયા હોય ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન ચાલુ છે.

- text

રાજકોટ શહેરના નાના મવા રોડ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ લાગી છે. આ આગને લઈને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી રેસ્કયુ શરૂ કર્યું છે. 10થી વધુ લોકોનું રેસ્કયુ કર્યું છે. હજુ અનેક લોકો ફસાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 3 લોકોના મોત નિપજ્યા છે. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.

- text