24 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 24 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ વૈશાખ, પક્ષ વદ, તિથિ એકમ, વાર શુક્ર છે. ત્યારે આપણે ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે જાણીએ.

મહત્વપૂર્ણ ઘટનાઓ

1819 – બ્રિટનના મહારાણી વિક્યોરિયાનો જન્મદિવસ

1844 – સેમ્યુઅલ મોર્સે અમેરિકાની જુની સર્વોચ્ચ ન્યાયાલયની કેબીનમાંથી પોતાના મિત્ર ‘આલ્ફ્રેડ વેઇલ’ને, બાલ્ટિમોરમાં, તાર (મોર્સકોડ) દ્વારા પ્રથમ સંદેશો મોકલ્યો. જેનાં શબ્દો હતા: “What hath God wrought” (બાઇબલ ઉદ્ધરણ ૨૩:૨૩).

1883 – ૧૪ વર્ષનાં બાંધકામ પછી, ન્યુયોર્ક શહેરમાં ‘બ્રુકલિન બ્રિજ’ જાહેર આવાગમન માટે ખુલ્લો મુકાયો.

1940 – ઇગોર સિર્કોસ્કી (Igor Sikorsky)એ સફળતા પૂર્વક એક રોટર વાળા હેલિકોપ્ટર (Helicopter)નું ઉડાન કર્યું.

1970 – સોવિયેત યુનિયને, કોલા હોલ (Kola Superdeep Borehole)તરીકે ઓળખાતા સૌથી ઉંડા બોરનું શારકામ શરૂ કર્યું.

1991 – ઈઝરાયલે ઓપરેશન સોલોમન અંતર્ગત ઇથોપિયન યહૂદીઓને ઇઝરાયલમાંથી હાંકી કાઢ્યા.

1993 – ઇરિટ્રિયાને ઇથોપિયાથી સ્વતંત્રત થયું.

1994-મીના (સાઉદી અરેબિયા)માં હજ સમારોહ દરમિયાન નાસભાગને કારણે 250 થી વધુ હાજીઓના મૃત્યુ થયા.

2000 – દક્ષિણ લેબનાનથી 22 વર્ષનો લોહિયાળ તબક્કો સમાપ્ત કર્યા પછી ઇઝરાયેલી સેના પરત ફરી.

2001 – ૧૫ વર્ષની ઉંમરનો શેરપા ‘તેમ્બા ત્શેરી’એ સૌથી નાની વયે એવરેસ્ટ પર પહોંચવાનો કિર્તિમાન સ્થાપિત કર્યો.

2002 – રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ| મોસ્કો સંધિ પર હસ્તાક્ષર કર્યા.

2002- નેપાળમાં નેપાળી કોંગ્રેસે વડા પ્રધાન શેર બહાદુર દેઉબાને નેપાળી કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા.

2003 – ઇઝરાયેલના વડા પ્રધાન એરિયલ શેરોને પશ્ચિમ એશિયા શાંતિ યોજના સ્વીકારી.2004 –ઉત્તર કોરિયા (North Korea)એ મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાગુ કર્યો.

2005 – એનબી ઇંકબેયર મંગોલિયાના પ્રમુખ તરીકે ચૂંટાયા.

2007 – એમ્મા નિકોલ્સનનો અહેવાલ યુરોપિયન યુનિયન સંસદમાં પસાર થયો.

2008- ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો.

2019 – સુરત (ગુજરાત)માં આગ લાગવાથી ૨૨ વિદ્યાર્થીઓના મોત.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

- text

1686 – ગેબ્રિએલ ફેરનહાઇટ (Gabriel Fahrenheit), થર્મોમીટર(Thermometer)નો શોધક. (અ. ૧૭૩૬)

1819 – રાણી વિક્ટોરીયા, યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની રાણી. (અ. ૧૯૦૧)

1896 – કરતારસિંઘ સરાભા, ભારતીય ક્રાંતિકારી. (અ. ૧૯૧૫)

1899 – કાઝી નઝરુલ ઇસ્લામ, ભારતીય બંગાળી કવિ, લેખક, સંગીતકાર અને બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ. (અ. ૧૯૭૬)

1905 – મિખાઈલ શોલોખોવ, રશિયન નવલકથાકાર અને સાહિત્યમાં ૧૯૬૫ના નોબેલ પુરસ્કારના વિજેતા. (અ. ૧૯૮૪)

1920 – નીલમણિ રાઉતે – ભારતીય રાજકારણી અને ઓડિશા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી.

1928 – જાન કૃષ્ણમૂર્તિ – 2001 થી 2002 સુધી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.

1940 – જોસેફ બ્રોડ્સ્કી, રશિયન-અમેરિકન કવિ અને નિબંધકાર. સાહિત્યમાં ૧૯૮૭ના નોબેલ પુરસ્કારના વિજેતા. (અ. ૧૯૯૬)

1952 – રંજન મથાઈ – ભારતના ભૂતપૂર્વ ‘વિદેશ સચિવ’.

1954 – બચેન્દ્રી પાલ, ભારતીય પર્વતારોહક, માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા.

1955 – રાજેશ રોશન – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત સંગીતકાર છે.

1969 – સુધીર કુમાર વાલિયા – ભારતીય સૈન્યના બહાદુર સૈનિકો પૈકી એક હતા.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1543 – નિકોલસ કોપરનિકસ – પ્રખ્યાત યુરોપિયન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા

1879 – વિલિયમ લોયડ ગેરીસન – અમેરિકન નાબૂદીવાદી ચળવળના નેતા

1905 – પ્રતાપચંદ્ર મઝુમદાર – બ્રહ્મ સમાજના પ્રખ્યાત નેતા.

1981 – એસ. કે. પાટીલ – ભારતના અગ્રણી રાજકારણી.

1990 – કે.કે. એસ. હેગડે – ભારતીય ન્યાયશાસ્ત્રી, રાજકારણી અને લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર

1999 – ગુરુ હનુમાન – ભારતના મહાન કુસ્તી કોચ (કોચ) અને કુસ્તીબાજ.

2000 – મજરૂહ સુલતાનપુરી – હિન્દી ફિલ્મોના પ્રખ્યાત ગીતકાર અને કવિ, ઉર્દૂ કવિ અને હિન્દી સિનેમાના ગીતકાર. (જ. ૧૯૧૯)

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text