મોરબીની પીલુડી ગામની પ્રાથમિક શાળામાં પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી થઈ

- text


મોરબી : મોરબી તાલુકાના પીલુડી ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રજાસતાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે, ગામના સરપંચના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું અને બાળકોએ દેશભક્તિના નારા બોલાવ્યા હતા. ત્યારબાદ શાળાના બાળકોએ મેરે ઘર રામ આયે હૈ અને નન્ના મુન્ના રાહી હું જેવા ગીતો ઉપર સુંદર ડાન્સ રજૂ કર્યો હતો. સાથે જ બાળકોએ સંગીત ખુરશી, લીંબુ ચમચી, ફુગ્ગા ફોડ, લંગડી વગેરે જેવી રમતો રમાડવામાં આવી હતી. અંતે શાળાના આચાર્ય અને ગામના સરપંચ દ્વારા બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા.

- text

- text