25 ઓક્ટોબર : સ્વાધ્યાય પરિવારના સ્થાપક પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની આજે પુણ્યતિથિ

- text


પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા કે કોઈ તરફ આંગળી ચીંધતા પહેલા વિચારજો, બાકીની ત્રણ આંગળી તમારી તરફ ચીંધાય છે.

શાસ્ત્રીજીએ પેદલ અને ભાડાની સાયકલ પર ઘરે-ઘરે જઈને શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનનો પ્રચાર કર્યો

મોરબી : સ્વાધ્યાય પરિવારના સ્થાપક પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની આજે પુણ્યતિથિ છે. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનો જન્મ 19 ઓક્ટોબર, 1920ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં થયો હતો. તેમનો જન્મદિવસ ‘મનુષ્ય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તેમજ તેમનું અવસાન 25 ઓક્ટોબર, 2003ના રોજ મુંબઈમાં થયું હતું.

કોઈ તરફ આંગળી ચીંધતા પહેલા વિચારજો, બાકીની ત્રણ આંગળી તમારી તરફ ચીંધાય છે. આ પ્રચલિત સુવિચાર પાંડુરંગ શાસ્ત્રી એ આપેલો છે. પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે મહાન ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનને સ૨ળ શૈલીમાં સમજાવી, સામાન્ય લોકો સુધી પહોંચાડ્યું હતું.

પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં ચિત્પાવન બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા હતા. તેઓ સંસ્કૃત શિક્ષક પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકી એક હતા. તેઓ ‘શાસ્ત્રીજી’ તેમજ ‘દાદાજી’ના નામથી પણ ઓળખાય છે. મરાઠી શબ્દમાં દાદાજીનો અર્થ થાય છે મોટાભાઈ.

સ્વાધ્યાય પરિવારની શરુઆત :

- text

ઇ.સ. 1978માં ભારતમાં અનુયાયીઓની મીટિંગ સાથે મૂળ વૈદિક ધર્મની ફિલસૂફી આધારિત સ્વાધ્યાય પરિવારની સ્થાપના કરી, જ્યાં દર રવિવારે પ્રાર્થનાઓ ગાવામાં આવે છે અને આઠવલેનું વિડિયો રેકોર્ડિંગ ચલાવવામાં આવે છે. શાસ્ત્રીજીએ અંગત રીતે પેદલ અને ભાડાની સાયકલ પર હજારો ગામડાઓની મુલાકાત લીધી અને તેમના સ્વાધ્યાયી ભાઈઓ અને બહેનો વ્યક્તિગત રીતે ઘરે-ઘરે ગયા અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના વિચારોનો પ્રચાર કર્યો.

શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં જ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના પુરુષાર્થના પરિણામરૂપે સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ હતી. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ સૌને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.

શાસ્ત્રીજીનું અવસાન

તા. 25 ઓક્ટોબર, 2003ના રોજ ભારતના મુંબઈમાં 83 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટને કારણે પાંડુરંગ શાસ્ત્રીનું અવસાન થયું હતું. થાણે જિલ્લાની તત્વજ્ઞાન વિદ્યાપીઠ ખાતે 26 ઓક્ટોબરની સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની રાખ ઉજ્જૈન, પુષ્કર, હરિદ્વાર, કુરુક્ષેત્ર, ગયા, જગન્નાથ પુરી અને છેલ્લે રામેશ્વરમ ખાતે વિસર્જન કરવામાં આવી હતી.

- text