મોરબી અપડેટના અહેવાલની અસર : નવા કોયબા ગામે આરોગ્ય વિભાગનો સર્વે

- text


ગઈકાલે ઘરે ઘરે માંદગીના ખાટલા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો : ત્રણ ડેંગ્યૂના કેસ સામે આવ્યા : 

હળવદ : હળવદ તાલુકાના નવા કોયબા ગામે છેલ્લા સાતેક દિવસથી રોગ ચાળાએ અજગર ભરડો લીધો હોય તેમ ગામના દરેક ઘરે-ઘરે માંદગી ના ખાટલા જોવા મળી રહ્યા હતા આ અંગેનો અહેવાલ ગઈકાલે મોરબી અપડેટમાં પ્રસિદ્ધ કરાયો હતો જેની ગંભીર નોંધ લઇ આરોગ્ય વિભાગએ વહેલી સવારથી નવા કોયબા ગામે ધામા નાખ્યા હતા અને સર્વે કર્યો હતો જેમાં ત્રણ ડેન્ગ્યુના પોઝિટિવ કેસ સામે આવ્યો હોવાનું સામે આવ્યું છે.

હળવદનુ નવા કોયબા ગામ 381ની વસ્તી ધરાવતું ગામ છે‌.અહીં મિશ્ર ઋતુના કારણે તેમજ મચ્છરનો વધુ ઉપદ્રવ હોય જેના કારણે લોકો બીમારીમાં સપડાયા છે.જોકે આ અંગેનો અહેવાલ ગઈકાલે મોરબી અપડેટમાં પ્રસિદ્ધ કરાયો હતો જેની આરોગ્ય વિભાગે નોંધ લીધી છે અને આજે વહેલી સવારથી જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચિંતનભાઈ દોશી સહિતની ટીમોએ નવા કોયબા ગામે ધામા નાખ્યા હતા અને ઘરે-ઘરે જઈ સર્વે હાથ ધર્યો હતો.

- text

આરોગ્ય વિભાગની તપાસમાં ડેન્ગ્યુના ત્રણ કેસ,નવ કેશ વાયરલ ફીવરના, સાથે જ શરદી ઉધરસના પણ કેશો સામે આવ્યા હતા હાલ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મચ્છરનો ઉપદ્ર રોકવા માટે ફોગિંગ ની કામગીરી તેમજ જે જગ્યા ઉપર પાણી ભરાયેલા છે તેમાં દવાઓનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- text