સાતમે નોરતે સંકલ્પ નવરાત્રીમાં માં નવદુર્ગાની ભક્તિવંદના સાથે રાષ્ટ્રભક્તિનો અનેરો કાર્યક્રમ

- text


યંગ ઇન્ડિયા આયોજિત નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન ગરબાની ધૂમ સાથે દેશભક્તિ ગાનથી યુવાધન હિલોળે ચડ્યું

મોરબી : આપવાનો આનંદ સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં સર્વ સમાજના બહેનોને વિનામૂલ્યે રાસ ગરબા રમાડવામાં આવી રહ્યા છે ત્યારે મા શક્તિની ભક્તિના સાતમા નોરતે આજે રાસોત્સવમાં રાષ્ટ્રભક્તિનો અનેરો રંગ ઓળઘોળ થતા ખેલૈયાઓ બમણા ઉત્સાહ સાથે મા નવદુર્ગાની ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિના મહિમાના ગુણગાન ગાઈ રહ્યા છે.

મા નવદુર્ગાની ભક્તિના પર્વ નવરાત્રીમાં એક પછી એક દિવસો વીતી રહયા છે ત્યારે આજે સાતમા નોરતે યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમા રાષ્ટ્રભક્તિનો રંગ છવાયો છે, યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં વસતા સર્વ સમાજના બહેનો માટે નિઃશુલ્ક રસ ગરબા રમી શકે તેવા ઉમદા ધ્યેય સાથે આયોજિત રસોત્સવમાં આજે સાતમા નોરતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રાષ્ટ્રભક્તિ થીમ આધારે ગરબા યોજાઈ રહ્યા છે. જેમાં માતાજીના પ્રાચીન ગરબાઓના ગાન સાથે દેશભક્તિ ગીતોને ગરબામાં વણી લેવામાં આવતા ખેલૈયાઓ મનમૂકીને રસોત્સવ માણી રહયા છે.

- text

- text