રૂ. ૨૯ હજાર રોકડા ભરેલું પર્સ રિક્ષામાં ભુલાઇ ગયું, પોલીસે કલાકોમાં જ પરત અપાવ્યું

- text


મોરબી : મોરબીમાં એક વ્યક્તિનું પર્સ રિક્ષામાં ભૂલાઈ ગયું હોય તેઓએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે નેત્રમની મદદથી રિક્ષાને શોધી કાઢી જરૂરી ડોક્યુમેન્ટ અને રૂ.૨૯ હજાર રોકડા સાથેનું પર્સ મૂળ માલિકને પરત અપાવ્યું હતું.

પુરણનાથ શંકરનાથ રહે-રામકૃષ્ણનગરવાળા એક રીક્ષામાં બેસી મહેન્દ્રનગર ચોકડી ખાતે બેન્કમાં પૈસા જમા કરાવવા માટે જતા હતા. તે દરમ્યમાન તેમનું પર્સ સી.એન.જી. રીક્ષામાં ભુલાઇ ગયેલ હતું. જે પર્સમાં તેમના અગત્યના ડોકયુમેન્ટસ તેમજ રોકડા રૂ.૨૯,૦૦૦/- હતા. જે બાબતે તેઓએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ હતી.

- text

જે અરજી અનુસંધાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ-મોરબીના VISWAS Project અંતર્ગત લાગેલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતાં ટીમ નેત્રમ દ્વારા રીક્ષાને શોધી રીક્ષાચાલકનો સંપર્ક કરી, અરજદારનું પર્સ પરત મેળવી મૂળ માલીક પૂરણનાથ શંકરનાથને ગણતરીની કલાકોમાં પરત અપાવેલ હતું. મોરબી પોલીસ દ્વારા કરવામાં આવેલ ત્વરીત કાર્યવાહી બદલ અરજદારર મોરબી પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

- text