મોરબીમાં સરદાર બાગ સામે બાળકોની ચકરડીમાં આગ લાગી 

- text


સુધારા શેરીમાં વાહનોના ખડકલાને કારણે ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે મોડી પહોંચતા સ્થાનિકોએ આગ બુઝાવી 

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે મેદાનમાં બાળકોની ચકરડી સહિતના સાધનોમાં આજે સવા બારેક વાગ્યાના અરસામાં આગ લાગતા આગની આ ઘટનામાં ચકરડી સહિતની સામગ્રી બળીને ખાખ થઇ ગઇ હતી. જો કે આગની આ ઘટનામાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ બનાવ સ્થળે રવાના થતી હતી ત્યારે ફાયર સ્ટેશન જ્યાં આવેલ છે તે સુધારા શેરીમાં વાહનોના આડેધડ ખડકલા હોય ફાયર ટીમ બનાવ સ્થળે સમયસર પહોંચી શકી ન હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.

મોરબી ફાયરબ્રિગેડ વિભાગે જણાવ્યું હતું કે, શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે મેદાનમાં બાળકોની ચકરડી સહિતના સાધનોમાં આગ લાગી હોવાનો કોલ 12.16 મિનિટે આવ્યો હતો.પરંતુ સુધારા શેરીમાં આડેધડ પાર્ક થયેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોને કારણે ફાયરના જવાનો ઈમરજન્સી વખતે ફાયર ફાયટર બહાર કાઢવા માટે સુધારા શેરીમાં આડેધડ પાર્કિંગ કરેલા વાહનને સાઈડમાં કરી પછી ફાયર કોલમાં જતા આગનું સ્થળ હોય ત્યાં પહોંચવામાં ટાઈમ લાગ્યો હતો જેના કારણે પોલીસના જવાનો અને ત્યાં રહેલ પબ્લિક દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરી હતી.

આ સંજોગોમાં મોરબી ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે, સુધારા શેરીમાં આવતા નાગરિકોને અમે આવકાર્ય છીએ પણ પબ્લિકની સેફટી માટે તેમજ પબ્લિક પ્રોપર્ટી માટે કોઈ દુર્ઘટના ના બને તેના માટે થઈ ફાયરના જવાનો 24 કલાક ફરજ પર હોય ઇમરજન્સી સમયે આજે જેવી સ્થિતિ થઇ તેવી સ્થિતિ ભવિષ્યમાં ન થાય તે માટે નાગરિકો પોતાના વાહનો વ્યવસ્થિત પાર્ક કરે અથવા ફાયર સ્ટેશનથી દૂર પાર્કિંગ કરે તેવી ભાર પૂર્વક અપીલ કરી હતી.

- text

- text