મોરબીના ખડિયાવાસમાં જુગારધામ ઝડપાયું 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ખડિયાવાસ વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી સાત આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ખડિયાવાસ વિસ્તારમાં આરોપી ઉમેદભા મનુભાઈ બાવડા નામનો આરોપી પોતાના રહેણાંકમાં જુગાર રમવાના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપી ઉમેદભા મનુભાઈ બાવડા, ભારૂભા લાલુભા બાવડા, દેવદાનભાઈ આયદાનભાઈ કુંભારવાડીયા, ભાવેશભાઈ જીવાભાઈ મારુ, દેવરાજભાઇ બાબુભાઇ છુછિયા, વિક્રમભાઈ ભુપતભાઇ કાતળ અને પ્રવીણભાઈ લાલજીભાઈ ગુડારીયા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 74,680 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

આ સફળ કામગીરી મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, એએસઆઇ રાજદીપસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મિયાત્રા, ચકુભાઇ કરોતરા, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા, તેજાભાઈ ગરચર અને અરજણભાઈ ગરચર સહિતના સ્ટાફે કરી હતી.

- text