ટંકારામાં કપડાં ધોતા રણજીતાબેનને ડૉલીબેને માર માર્યો, તલવાર તાણી 

- text


જબલપુર રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમા બનેલ બનાવ અંગે દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ 

ટંકારા : ટંકારાના જબલપુર રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમા ઘર નજીક આવેલ પાણીના ટાંકે કપડા ધોઈ રહેલા રણજીતાબેન નામના મહિલાને પાણી બગાડોમાં કહી પાડોશી પતિ અને પત્નીએ ઝઘડો કરી મારમારી કરી હતી અને બાદમાં ડોલીબેન નામના મહિલા તલવાર સાથે ધસી આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના જબલપુર રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમા રહેતા રણજીતાબેન સંજયભાઇ સવસાણી નામના મહિલા પોતાના ઘર પાસે આવેલ પાણીના ટાંકા પાસે કપડા ધોતા હતા ત્યારે આરોપી મુકેશભાઇ ચંદારાણા ત્યાંથી નીકળતા રણજીતાબેનને પાણી બગાડોમાં એમ કહેતા રણજીતાબેને કહ્યું હતું કે હું પાણી નથી બગાડતી હું તો કપડાં ધોઉં છું તેમ કહેતા મુકેશ ચંદારાણા જેમફાવે તેમ બોલવા લાગેલ અને તેમના પત્ની ડોલીબેન મુકેશભાઇ ચંદરાણા દોડી આવ્યા હતા અને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી રણજીતાબેનને વાળ પકડી જમીન પર પછાડી દઇ મુંઢ ઇજાઓ કરી હતી.

- text

જો કે બાદમાં બનાવ અંગે પાડોશમાં જ રહેતા સાહેદ સંજયભાઇ તથા ખોડુભાઇ ઝઘડો કરનાર ડોલીબેન મુકેશભાઇ ચંદરાણાને તેના ઘર પાસે સમજાવવા જતા ડોલીબેન ઘરમાંથી તલવાર કાઢી બહાર આવતા ખોડુભાઇએ તેમની પાસેથી તલવાર છીનવી લેતા ડૉલીબેને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં દંપતી વિરુદ્ધ રણજીતાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text