આફતમાંથી બેઠા થવાની તાકાત એ જ મોરબીની ઓળખ છે : કૈલાસ ખેર

- text


ઉમિયા નવરાત્રી મહોત્સવમાં હાજરી આપવા આવેલા બૉલીવુડના ખ્યાતનામ ગાયક કૈલાસ ખેરે યોગથી અધ્યામિકતાની ફિલોસોફી અને સંસ્કાર-સંસ્કૃતિ તેમજ આત્મ નિર્ભર ભારત વિશે અને પોતાની કેરિયર વિશે ખુલ્લા મને મીડિયા સમક્ષ વાતચીત કરીઆજકાલ સંસ્કૃતિને હાસી ઉડાવતા બોલિવૂડના ગીતો ઉપર તીખો પ્રહાર કર્યો

મોરબી : મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવમાં પોતાના સુરના જાદુથી ખેલૈયાઓને રાસ ગરબે રમાડવા માટે આવેલા બૉલીવુડના ખ્યાતનામ સૂફી ગાયક કલાકાર તરીકે જાણીતા કૈલાસ ખેરે યોગથી અધ્યામિકતાની ફિલોસોફી અને સંસ્કાર-સંસ્કૃતિ તેમજ આત્મ નિર્ભર ભારત વિશે અને પોતાની કેરિયર વિશે ખુલ્લા મને મીડિયા સમક્ષ વાતચીત કરી હતી અને મોરબી વિશે કહ્યું હતું કે મોરબી માત્ર ઉધમી નથી. પણ આફતમાંથી બેઠા થવાનું અદભુત સામર્થ્ય ધરાવે છે એટલે જ મોરબી ઉધોગનગરી તરીકે પુરા વિશ્વમાં જાણુતું છે તેમજ મોરબીવાસીઓમાં સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરા અખૂટ હોવાને કારણે અહીં ધાર્મિક અને સેવાકાર્યોની જ્યોત જલે છે.

ઉમિયા નવરાત્રી મહોત્સવના આમંત્રણને માન દઈને મોરબી પધારેલા જાણીતા સૂફી ગાયક કૈલાસ ખેરે આજે પત્રકાર પરિષદ સંબોધીને શરૂઆત મોરબીની ભૂમિને પાવન ગણાવી અને ઉમિયા નવરાત્રી મહોત્સવે આ પાવન ભૂમિમાં સૂફી ગાયકીથી અધ્યામિકતા પ્રસ્તુત કરવાનો મોકો આપ્યો એ બદલ પોતાની જાતને ધન્ય ગણાવી હતી. મોરબી આત્મનિર્ભર હોવાની સાથે ધાર્મિક વૃત્તિ અને સંસ્કારી પણ છે એટલે વારંવાર ભજન ડાયરા તેમજ નવરાત્રી મહોત્સવના ખરી ભક્તિથી આયોજન થતા હોવાનું જણાવ્યું છે.મોરબી ખમીરવંતી પ્રજા છે એટલે આપબળે સીરામીક ઇન્ડસ્ટ્રીઝ આટલી બધી વિકસી અને વિશ્વ સ્તરે નામના મેળવી તેમજ આ ઉધોગોમાં વીજળી માટે પ્રોજેકટ લોન્ચિંગ વિશે વિગતવાર વાત કરી હતી અને પોતાના જીવન વિશે કહ્યું હતું કે પરિવારમાં દાદા પાસેથી સંસ્કાર, સંસ્કૃતિની જ્ઞાન મળ્યું એટલે સ્કૂલમાં ભણવા ગયા નથી. આશ્રમમાં રહીને સંસ્કૃતની સાધના કરી છે.

- text

વધુ ઉમેર્યું હતું કે સંસ્કૃતમાં ભણ્યા હોવા છતાં દેશની 20 ભાષાનું જ્ઞાન છે. એટલે જ ગુજરાતી ગરબાના આલ્બમ પણ બનાવ્યા છે. ગુજરાતી ગરબા સૂફી ગાયકીથી ગાયા છે. તેમનું જીવન સાધુ જેવું હોવાનું અને હોટલમાં રોકાણ કરતા હોવ છતાં સાદો આહાર જ લે છે. મૂળ તેમના જીવનનો ઉદ્દેશ્ય સૂફી ગાયકીથી સમગ્ર ભારતભરની આધ્યાત્મિક અને મૂળ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે વૈચારિક ક્રાંતિ કરવાનો છે. આ દિશામાં તેઓએ વડાપ્રધાન મોદી સાથે પણ વાત કરી છે. તેઓએ કહ્યું હું ફિલ્મી ખરો પણ ઇલમી છું. મનોરંજનના ગીતો ગતો નથી. તેમની દરેક ગાયકીમાં સૂફી અને આધ્યાત્મિકની આછેરી ઝલક હોય છે.

શિવજીના પરમ ભક્ત હોવાના નાતે તેઓએ કહ્યું હતું કે મહાદેવજીની અખંડ પૂજા અને દરેક ગાયકીમાં શિવજીની ભક્તિ પણ હોય તેમના પર ભગવાન ભોળાનાથની અપાર કૃપા છે. એટલે એટલો આગળ વધ્યો છું. શરૂઆતમાં એક આલ્બમમાં એક કંપનીએ રિજકેટ કર્યો હતો. આવી ગાયકી ન ચાલે. પછી સંઘર્ષ ચાલુ રાખ્યો અને ફિલ્મમાં જાતે ગીત પણ ગાયું અને અભિનય કર્યો પછી જે કંપનીએ રિજકેટ કર્યો હતો. એને બોલાવીને આલ્બમ તૈયાર કરાવ્યો હતો. પછી બોલિવૂડમાં અનેક ગીતો ગાયા પણ તેમની સૂફી ગાયકીના શરતે તેમજ આજકાલ સંસ્કૃતિને હાસી ઉડાવતા બોલિવૂડના ગીતો ઉપર તીખો પ્રહાર કર્યો હતો અને ધર્મમાં માનનારા લોકોને સંસ્કૃતિની રક્ષા માટે આગળ આવવા અપીલ કરી હતી.

વધુમાં ગઈકાલે જ કૈલાસ ખેરનો ભવાની માતાજીનો ગરબા આલ્બમ રિલીઝ થયો છે ત્યારે આજે ઉમિયા નવરાત્રીમાં આ ગીત રજૂ કરશે, ઉપરાંત તેમણે કહ્યું હતું કે બેંગકોક જવા માટે તેમને આમંત્રણ મળ્યું છે. પણ આ શહેરની વાત આવે એટલે લોકો ગેર માન્યતા ઘર કરી જાય છે. પણ તેમને બેંગકોકમાં સંસ્કૃતિની રક્ષા માટે બોલાવ્યો હોવાનું અને આવતીકાલે અમિતાભ બચ્ચન સાથે કાર્યક્રમ રજૂ કરનાર હોવાનું જણાવ્યું હતું.

- text