મોરબીના ઉદ્યોગકારો માટે વિએતનામમાં ભવ્ય રોડ શો યોજાશે : રજીસ્ટ્રેશનનું હવે અંતિમ અઠવાડિયુ

 

મોરબીના સિરામિકને યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે ગાઢ રીતે જોડવા મુંબઈમાં જાન્યુઆરી ૨૦૨૩માં સિરામિક એન્ડ બાથ ઇન્ડસ્ટ્રી શોનું આયોજન, દેશ- વિદેશના 500 ડેલીગેટ્સ આપશે હાજરી

ઉદ્યોગકારોનો થાઈલેન્ડ અને સ્પેનમાં પ્રવાસ પણ યોજાશે, જ્યાં ખરીદદારો સાથે વન ટુ વન બેઠક પણ થશે

મોરબી ( પ્રમોશનલ આર્ટીકલ) : મોરબીના સિરામિકને યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયા સાથે ગાઢ રીતે જોડવા મુંબઈમાં જાન્યુઆરી 2023માં સિરામિક એન્ડ બાથ ઇન્ડસ્ટ્રી શો (CBIS) 2023 એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સિનર્જાઈઝ 2022 ઇવેન્ટ યોજાવાની છે.જેમાં ઓગસ્ટમાં વિએતનામ અને ઓક્ટોબરમાં પોલેન્ડમાં જાજરમાન રોડ-શો યોજાશે. સાથોસાથ આ દરમિયાન થાઇલેન્ડ અને સ્પેનનો પ્રવાસ પણ યોજાશે.

એમેરાલ્ડ વર્લ્ડવાઈડ કનેક્શન પ્રા.લી દ્વારા મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે જાન્યુઆરીમાં CBIS 2023 એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વભરના અનેક દેશોમાંથી 500 જેટલા બાયર્સ ઉપસ્થિત રહેવાના છે. આ એક્સ્પો મોરબી સિરામિક્સ ક્લસ્ટરને મજબૂત કરી વિશ્વમાં નંબર વન બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ ઉદ્યોગ વર્ષોથી કૂદકેને ભૂસકે વિકસ્યો છે અને વિશ્વભરના વધુને વધુ બજારોમાંથી ખૂબ સારો પ્રતિસાદમેળવી રહ્યો છે. આ ઇવેન્ટ જે વિશ્વના બે મુખ્ય બજારો યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાને આવરી લેવા જઈ રહી છે. આ ઇવેન્ટ બન્ને મુખ્ય બજારનાં ખરીદદારો અને મોરબીના સિરામિક ઉદ્યોગ વચ્ચે સેતુ સ્થાપવાનો પ્રયાસ કરશે.

આ એક્સપો પૂર્વે ઇન્ડો પોલિશ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (IPCCI) અને વિયેતનામ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (VCCI) સાથે મળીને CBIS સિનર્જાઈઝ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનુક્રમે ઑગસ્ટ અને ઑક્ટોબર 2022 મહિનામાં વિયેતનામ અને પોલેન્ડમાં રોડ શોનું આયોજન કરાશે. આ રોડ શો મોરબીના 15 અગ્રણી ઉત્પાદકોને આયાતકારો, વિતરકો, શોરૂમ ચેન વગેરેની સામે તેમના ઉત્પાદન અને ડિઝાઇન શ્રેણીને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડશે. રોડ શો ઉપરાંત ટીમ ઓગસ્ટ અને ઓક્ટોબરમાં થાઈલેન્ડ અને સ્પેનનો પ્રવાસ પણ કરવાની છે. જ્યાં આયાતકાર જૂથો સાથે રૂબરૂ બેઠકો પણ યોજાશે. આ મુલાકાત ઉત્પાદકોને બજારમાં વર્તમાન વિકાસ અને વલણોની ઊંડાણપૂર્વકની સમજ મેળવવા અને ખરીદદારો સાથે સીધો સંબંધ બનાવીને માંગનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે. હાલ વિએતનામના રોડ શોના રજીસ્ટ્રેશન માટે માત્ર એક અઠવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે.

CBIS સિનર્જાઈઝ 2022 માટે પસંદગીના દેશો સ્પેન, વિયેતનામ, થાઈલેન્ડ અને પોલેન્ડ છે. આને વિશ્વભરના ઉદ્યોગ વિશે ખૂબ વિચાર, સંશોધન અને સમજણ સાથે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. નવીન ઉત્પાદનો અને ડિઝાઇનના સપ્લાયમાં વિશ્વ અગ્રણી હોવા ઉપરાંત, સ્પેન સિરામિક ટાઇલ ઉદ્યોગના મક્કા તરીકે ઓળખાય છે. ભારતમાંથી ટાઇલ્સની આયાત સાથે પોલેન્ડ આંકડાકીય રીતે 9મું સ્થાન ધરાવે છે, અહીં મુલાકાત લેવાથી ખરીદદારો અને વેચાણકર્તાઓ વચ્ચે સામ-સામે ચર્ચા કરવામાં મદદ મળશે. વિયેતનામ ફરીથી ભારતમાંથી ટાઇલ્સના મુખ્ય ખરીદદારોમાંનું એક છે અને આપણા જેવું વિકસતું બજાર છે. રોડ-શોનો ઉદ્દેશ્ય એકબીજાના સ્થાનિક બજારોને ટેકો આપવા માટે ભારત અને વિયેતનામ વચ્ચે પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા સહયોગી પ્રયાસોને વેગ આપવાનો છે.

વિએતનામના રોડ શોમાં જોડાવા આજે જ રજીસ્ટ્રેશન કરાવો

વધુ વિગત માટે અથવા રોડ શોમાં જોડાવા માટે સંપર્ક કરો:
જય શેઠ મો.નં. 9167702955
સોનિયા મોદી મો.નં.9167702232