મોરબીમાં આજથી રાંકજા ડેન્ટલ ક્લિનિકનો શુભારંભ : 1 મહિનો ફ્રી નિદાન કેમ્પ

 

આધુનિક સાધનો દ્વારા દાંત, પેઢા અને મોઢાના તમામ રોગોનું સચોટ નિદાન : નિષ્ણાંત ડો. આશિષ રાંકજાની સેવા હવે મોરબીમાં મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં રવાપર ચોકડીએ બાલાજી કોમ્પલેક્ષમાં સેકન્ડ ફ્લોરે રાંકજા ડેન્ટલ ક્લિનિકનો આજથી પ્રારંભ થયો છે. અહીં મૂળ બગથળા ગામના વતની એવા નિષ્ણાંત ડેન્ટલ સર્જન ડો. આશિષ રાંકજા ( BDS)ની સેવાનો લાભ મળશે. તેઓ જામનગરમાં સરકારી દાંતના દવાખાના અને ઓમ હોસ્પિટલનો બહોળો અનુભવ ધરાવે છે. ક્લિનિકના પ્રારંભ નિમિત્તે અહીં ફ્રી નિદાન કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે. જે 1 મહિના સુધી ચાલશે.

રાંકજા ક્લિનિકમાં આધુનિક સાધનો દ્વારા દાંત, પેઢા અને મોઢાના તમામ રોગોનું સચોટ નિદાન ઉપરાંત સડી ગયેલા દાંત, દાઢમાં વાઇટ મટીરીયલ ( મેઇડ ઇન લીચસ્ટેનસ્ટેઇન – યુરોપ) પૂરવાની સારવાર
ફેક્ચર થયેલા કે અડધા તૂટેલા દાંતમાં દાંતના કલરનું લાઈટ ક્યોર ફીલિંગ, વાંકાચૂકા વધારે પડતા આગળ ઉગેલા દાંતને એલાઈનમેન્ટમાં લાવવાની ઓર્થોડોન્ટિક સારવાર, પેઢાના રોગો પાયોરિયા, ઓછા ખુલતા મોઢાની સારવાર, મોમાંથી દુર્ગંધ આવવી, વારંવાર પડતા ચાંદાની સારવાર, પાન, ફાકીના ડાઘ દૂર કરવાની સારવાર તેમજ બાળકોમાં દાંતની સારવાર સહિતની તમામ સારવાર ઉપલબ્ધ છે.

અહીં અતિ આધુનિક આરવીજી મશીન વડે એક્સ-રે પાડવાની સુવિધા, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, પ્રીમિયમ ક્વોલિટી ઝીરકોનીયા સિરામિક, ગોલ્ડ સીએડી-સીએએમ કવર, બ્રિજ અને પોસ્ટ એન્ડ કોરની સુવિધા, અતિ આધુનિક યુએસએ ટેકનોલોજી વડે સ્ક્રુવાળા દાંત ફિટ કરવાની સુવિધા, બટનવાળી ફિક્સ બત્રીસી ઇનપ્લાન્ટની સુવિધા, એક-બે કે વધારે દાંતના અડધા ચોખઠા કે આખાં ચોખઠા બનાવવા, ડહાપણની દાઢ પાડવાની સુવિધા, દાંત સફેદ કરવા બ્લીચિંગ, ટૂથ જવેલરી (હીરો લગાડવો) સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.