ભાજપ સરકારે કોરોના મૃત્યુઆંક છુપાવી લોકો સાથે ક્રૂર મજાક કરી : કોંગ્રેસનો આરોપ

- text


મોરબી જિલ્લામાં 5 હજારનો મૃત્યુઆંક હોવા છતાં તંત્રએ માત્ર ચોપડે 87નો મૃત્યુઆક દર્શાવી મેલી રમત રમી : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જ્યંતિભાઈ પટેલ

2022 માં કોંગ્રેસની સરકાર આવશે તો કોરોનાના મૃતકોને ચાર લાખનું ચૂકવશે

મોરબી : કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપવા માટે આજે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ પત્રકાર પરિષદ યોજીને ભાજપ સરકારે કોરોના મૃત્યુઆંક છુપાવી લોકો સાથે ક્રૂર મજાક કરી હોવાનો તેમજ મોરબી જિલ્લામાં પણ 5 હજારનો મૃત્યુઆંક હોવા છતાં તંત્રએ માત્ર ચોપડે 87નો મૃત્યુઆક દર્શાવી મેલી રમત રમી હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો હતો.

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલે મીડિયા સમક્ષ કોરોનાની સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં કોરોનાના મૃત્યુ મામલે સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે અને જે હકીકતો બહાર આવી રહી છે. તેની સાચી સ્થિતિ મીડિયાના માધ્યમથી પ્રજા સમક્ષ મુકવા માટે કોંગ્રેસ આગળ આવ્યું છે. કોરોના કાળમાં ગુજરાત સરકારે 10 હજારનો મૃત્યુઆંક જાહેર કર્યો હતો.તેની સામે સુપ્રીમ કોર્ટમાં જે રિટ થઈ છે તેમાં 91 હજાર કોરોના મૃત્યુ સહાય માટેની અરજીઓ થઈ હોય એની સામે 80 હજારથી વધુને સહાય ચૂકવાઈ ગઈ હોવાનું જાહેર થયું છે. તેથી સરકારે આટલો બધો મૃત્યુઆંક છુપાવ્યો કેમ એ પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વાસ્તવિક રીતે ગુજરાતમાં ચાર લાખનો મૃત્યુઆંક છે. પણ સરકારે ચાર લાખને બદલે માત્ર 50 હજારની સહાય ચૂકવી લોકોની ક્રૂર મજાક કરી છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો કોરોનાની બીજી લહેરમાં સ્મશાનમાં પણ મૃતદેહને સતત વેઈટીંગ આવતું હતું. આવી સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ માત્ર 87 નો મૃત્યુઆક દર્શવી લોકોને ઉલ્લુ બનાવ્યા છે. હકીકતમાં મોરબી જિલ્લાનો મૃત્યુઆંક પાંચ હજાર જેટલો છે.

- text

તેઓએ ભાજપ સરકાર ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, સરકાર રૂ. 4 લાખનું વળતરની બદલે જે 50 હજાર આપે છે તેમાં પણ અવળચંડાઈ કરે છે અને સરકાર પાસે પૈસા ન હોવાનું બહાનું બતાવે છે. પણ જો રૂપિયા ન હોય તો કરોડોનો ધુમાડો કરી જાત જાતના તાયફા કરે છે તે પૈસા ક્યાંથી આવે છે ? પ્રજાને મૂર્ખ બનાવવાનું છોડો દઈ સરકાર વાસ્તવિક સ્થિતિનો સ્વીકાર કરી ચાર લાખનું વળતર ચૂકવે તેવી માંગ કરી છે. સાથેસાથે ગુજરાત અને દિલ્હીના કોંગ્રેસ મોવડી મંડળે 2022 માં કોંગ્રેસની સરકાર આવશે તો કોરોનાના મૃતકોને ચાર લાખનું ચૂકવશે તેવું જાહેર કર્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text