રવાપર ગામને ગુજરાતમાં નંબર વન બનાવવાનો સરપંચ પદના ઉમેદવાર અમરશીભાઈ રંગપરિયાનો કોલ

- text


 

સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર શિક્ષિત અને પીઢ નેતા અમરશીભાઈએ પાયાની સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાળકો અને વિદ્યાર્થીઓનો વિકાસ, સુરક્ષા અને સરકારી યોજનાઓનો લાભ અપાવવા સહિતના વચનો કર્યા જાહેર

મોરબી : મોરબી તાલુકાની રવાપર ગ્રામ પંચાયતમાં સરપંચ પદની ઉમેદવારી નોંધાવનાર શિક્ષિત અને પીઢ નેતા અમરશીભાઈ રંગપરિયાએ રવાપર ગામને રાજ્યનું નંબર વન ગામ બનાવવાનો કોલ આપ્યો છે. આ સાથે તેઓએ પાયાની સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાળકો અને વિદ્યાર્થીઓનો વિકાસ, સુરક્ષા અને સરકારી યોજનાઓનો લાભ અપાવવા સહિતના વચનો કર્યા જાહેર કર્યા છે.

રવાપર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર અમરશીભાઈ રંગપરિયા ગ્રેજ્યુએટ છે. તેઓ સરકારી ઓફિસો સાથે બહોળો અનુભવ પણ ધરાવે છે. તેઓ 1978માં વી.સી. હાઇસ્કુલમાં જી.એસ. એટલે કે વિદ્યાર્થી નેતા તરીકે રહી ચૂક્યા છે. તેઓ નીડર નેતા તરીકેની છાપ ધરાવે છે. તેઓ ધંધાકીય નિવૃત્તિ ધરાવતા હોય પંચાયત ઓફિસે નિયમિય હાજરી આપી ગામના વિકાસ માટે પૂરતો સમય આપી શકે તેમ છે.

અમરશીભાઈ રંગપરિયા જણાવે છે કે તેઓ સરપંચ પદ ઉપર આવશે એટલે રવાપર વિસ્તારમાં ભરાતી શનિવારીને યોગ્ય જગ્યાની વ્યવસ્થા કરીને જનતાને વ્યાજબી ભાવે વસ્તુ મળે તે માટેની વ્યવસ્થા કરાશે. રવાપર ગામને ફાળવાતી ગ્રાન્ટનો વધુમાં વધુ ઉપયોગ કરીને રવાપરને સ્વચ્છ, સુંદર અને સુરક્ષિત બનાવવા માટે વિશેષ ધ્યાન આપીશું. મોબાઇલ ફોનની કનેક્ટિવિટી બાબતે કંપનીઓનું ધ્યાન દોરી તેની પણ કાર્યક્ષમતા વધારવા પત્રો લખીશું. ડિજિટલ યુગમાં એક એપ દ્વારા રવાપર ગામની ફરિયાદ તેમજ સૂચનો લેવાનું આયોજન કરીશું. સમય અંતરે ગ્રામ સભાઓ બોલાવીશું. રખડતા ઢોર વિશે એક સાથે મળીને યોજના ઉપર વિચાર વિમર્શ કરીને આ પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો કરીશું. રવાપર વિસ્તારમાં મોબાઈલ કવરેજ માટેના પ્રોબ્લેમ પણ છે. જો શક્ય બને તો સમગ્ર ગામને વાયફાયથી સજ્જ કરાશે. રવાપર વિસ્તારમાં રોડ ઉપર પ્લાસ્ટિક કચરા છે. તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીશુ. જાહેર માર્ગોની વારંવાર સફાઈ કરવામાં આવશે. રવાપર વિસ્તારના લોકોએ આર્થિક વિકાસ ઘણો કર્યો છે. પરંતુ બાળકો બાળપણ માણી શકે તે માટે પંચાયત હેઠળ બાગ, બગીચા, હીંચકા, ઝુલા અને બાળકોના માનસિક વિકાસ માટે ગાર્ડન, લાયબ્રેરી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

- text

રવાપર વિસ્તારમાં જાહેર શૌચાલય જરૂરિયાત મુજબ બનાવવા અંગે વિચારવામાં આવશે. રવાપરના મૂળ રહીશોના રેવન્યુને લગતા પ્રશ્નો જ્યારે મકાનોના, ખરાના, વાળાના માલિકી હક્ક અપાવવા દરખાસ્ત મોકલીશું અને માલિકીના હક્ક અપાવીશું. બોની પાર્કમાં પી.પી.પી. મોડેલમાં રીડેવલોપમેન્ટ માટે રહીશો સાથે બેસીને સર્વ સંમતિથી યોજના લાવીશું. રવાપર પંચાયત હેઠળ આવતા ગામોમાં રોડ લાઈટ, પાણી, ગટર જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ વધુને વધુ સારી બનાવીશું. રવાપરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ થાય તેવું આયોજન કરીશું.

તેઓએ વધુમાં જણાવ્યું કે રવાપર વિસ્તારમાં બહુમાળી એપાર્ટમેન્ટ આવેલા છે. જેથી પંચાયતમાં ફાયર ફાયટરની વ્યવસ્થા તેમજ પંચાયતમાં એવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ કરાશે કે જે રાજકોટ, મોરબી, વાંકાનેર અને હળવદ નગરપાલિકા સાથે સંકલન સાધશે. પંચાયત હેઠળ આધુનિક હેલ્થ સેન્ટરની માંગણી કરાશે. આ સાથે રાજકોટ, મોરબી, અમદાવાદ જેવા સેન્ટરોની હોસ્પિટલ સાથે સંકલન અને હોટલાઈન સિસ્ટમ બનાવી જરૂરિયાત મુજબની હોસ્પિટલમાં જગ્યા મેળવી શકાય તેમજ અન્ય મદદ મેળવી શકાય. પંચાયત બિલ્ડીંગનું રીનોવેશન કરાવી તેની નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગ સુવિધા ઉભી કરાશે. 108 સમયસર દર્દી સુધી પહોંચે તે માટે પંચાયતના ગ્રાઉન્ડમાં જ જગ્યા ફાળવવામાં આવશે. જેથી ગામમાં ખૂબ ઝડપથી 108ની સર્વિસ ઉપલબ્ધ બનશે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સહાયનું માર્ગદર્શન અપાશે. ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓની યાદી બનાવવામાં આવશે. જે બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ બની શકે.

રવાપર પંચાયત દ્વારા ડિજિટલ ડિરેક્ટરી બનાવવામાં આવશે. જેમાં બ્લડ ગ્રુપની જાણકારી પણ હશે. ગોલ્ડન માર્કેટની બાજુના આવેલ તળાવને વ્યવસ્થિત કરાવીને પાણીના ફુવારા અને આકર્ષક લુક આપીને સિનિયર સીટીઝન માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રવાપર ગામને ગુજરાતનું નંબર વન ગામ બનાવવા માટે મોટા ઉદ્યોગ ગૃહને આપવું પડતું ફંડ પંચાયતમાં લાવીને આ ફંડનો ઉપયોગ જાહેર જનતા માટે કરવામાં આવશે. રવાપર વિસ્તારમાં બેન્ક અને એટીએમની શાખાઓ ખોલવા માટે બેંકોને અનુરોધ કરાશે. રવાપરમાં રહેતા સેવા ભાવિ નિવૃત સરકારી, અર્ધ સરકારી તેમજ નિવૃત લોકોનું સેવા લેવામાં આવશે. મહિલાઓ આગળ વધે તે માટે કાર્યક્રમો કરાશે.

આમ ગામનો સંપૂર્ણ વિકાસ થાય તે માટે તમામ પગલાઓ લેવામાં આવશે. જેથી તમામ ગ્રામજનોને અપીલ છે કે તેઓ ક્રમ નંબર એક ઉપર વિટીના નિશાનને મત આપીને ગામના ભાવીને ઉજ્જવળ બનાવે તેમ અંતમાં અમરશીભાઈએ જણાવ્યું છે.

- text