માતૃત્વનું સુખ મેળવવાનો અવસર ઘરઆંગણે : મયાન મેટરનિટી હોસ્પિટલમાં રવિવારે ટેસ્ટટ્યુબ બેબીનો નિઃશુલ્ક કેમ્પ

- text


 

ટેસ્ટટ્યુબ બેબી અંગેનું કાઉન્સેલિંગ સાથે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે: કેમ્પમાં વિનામૂલ્યે સોનોગ્રાફી પણ કરી અપાશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે માતૃત્વનું સુખ મેળવવાનો સુવર્ણ અવસર ઘરઆંગણે જ આવ્યો છે. મોરબીની મયાન મેટરનિટી હોસ્પિટલમાં આગામી રવિવારના રોજ ટેસ્ટટ્યુબ બેબીનો કાઉન્સેલિંગ અને માર્ગદર્શન કેમ્પ વિનામૂલ્યે યોજાવાનો છે. તો નિઃસંતાન દંપતિએ આજે જ રજિસ્ટ્રેશન કરાવી આ કેમ્પનો લાભ લેવાનું ચૂકવું નહિ.

મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર શહેરનું એકમાત્ર ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર મયાન મેટરનિટી હોસ્પિટલ 2 વર્ષથી કાર્યરત છે. જે નિઃસંતાન દંપતિ માટે સંતાન પ્રાપ્તિનું આશાનું કિરણ છે. પ્રથમ બાળક બાદ બીજું બાળક ન થવું, મોટી ઉંમરના કારણે બાળક ન રહેવું, પુરુષોમાં શુક્રાણુંઓની ખામી હોવી, ગર્ભાશયમાં ગાંઠ, સોજો કે ટીબી હોવુ. IUI કે IVFમાં નિષ્ફળતા, બહેનોમાં સ્ત્રીબીજ ન બનવા- નાના બનવા કે નળીઓ બંધ હોવી વગેરે સમસ્યા હોવા છતાં આ સેન્ટર દ્વારા માતૃત્વનું સુખ આપવામાં આવે છે.

અહીં વિવિધ સમસ્યાઓના નિદાન સાથે સારવાર માટે ડો. સ્વાતિ એમ.પટેલ ( એમડી ગાયનેક) તથા ડો. મુકેશ એમ પટેલ (એમબીબીએસ એમ્બ્રિયોલોજીસ્ટ) બહોળો અનુભવ ધરાવે છે. અત્યંત આધુનિક સાધનોથી સુસજ્જ મયાન મેટરનિટી હોસ્પિટલમાં જોખમી ગર્ભાવસ્થા તથા લેપ્રોસ્કોપિક ઓપરેશનની સુવિધા પણ છે.

45 વર્ષની ઉંમરના મહિલા કે જેમને 2 વર્ષથી માસિક બંધ થઈ ગયું હોવા છતાં તેમણે અહીંથી ટેસ્ટટ્યુબ બેબીની સારવાર લઈને ગર્ભધારણનું સુખ મેળવ્યું છે. જ્યારે બીજા એક 40 વર્ષના મહિલા જેમને લગ્નના 10 વર્ષ વીત્યા છતાં બાળક ન થતા અહીં ટેસ્ટટ્યુબ બેબીની સારવારથી ગર્ભ ધારણ કર્યું છે.

- text

ડો. સ્વાતિ પટેલના દીકરી ડો. શેરોન પટેલના જન્મદિવસના અનુસંધાને તા.5ના રોજ સવારે 9થી 11 નિઃસંતાન દંપતીઓ માટે વિનામૂલ્યે માર્ગદર્શન તથા ટેસ્ટ ટ્યુબ બેબી કાઉન્સેલિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સોનોગ્રાફી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. તો આજે જ રજિસ્ટ્રેશન કરાવો. રજિસ્ટ્રેશન માટે મો.નં. 9879245452 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text