હેતલબેનને પતિ મુકેશભાઈ અને સસરા મગનભાઈનો ત્રાસ

- text


ફૂલ જેવા દીકરાને પણ માર મારતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ

મોરબી : વાંકાનેરના ગોકુલનગર ખાતે રહેતા હેતલબેનને પતિ મુકેશભાઈ અને સસરા મગનભાઈ શારીરિક માનસિક ત્રાસ આપવાની સાથે તેમના પુત્રને મારકુટ કરતા આ મામલે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબી મહિલા પોલીસ મથકમાં વાંકાનેર ગોકુલનગરમાં રહેતા
હેતલબેન મુકેશભાઇ ચૌહાણે ફરિયાદ નોંધાવી પોતાના પતિ મુકેશભાઇ મગનભાઇ ચૌહાણ તથા સસરા મગનભાઇ જીવણભાઇ ચૌહાણ વર્ષ 2001થી લઈ આજદિન સુધી અવારનવાર નાની નાની બાબતોમા ઝગડાઓ કરી ગાળો આપી મારકુટ કરે છે. ઉપરાંત શારીરીક અને માનાસીક ત્રાસ આપી ગત તા. ૩૦ના રોજ હેતલબેનના પુત્ર નીસર્ગને પણ ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

- text

ઘરેલુ હિંસાના આ કેસમાં હેતલબેનની ફરિયાદને આધારે મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ મુકેશભાઈ અને સસરા મગનભાઈ વિરુદ્ધ આઇપીસી કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text