ભાગીયો મજૂર વાડી માલિકનું મોટર સાયકલ બઠાવી ગયો

- text


હળવદના જુના દેવળીયા ગામના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ભાગમાં વાડી વાવતો ખેત મજૂર વાડી માલિકનું 25 હજારની કિંમતનું મોટર સાયકલ લઈને નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા વિનોદભાઇ મગનભાઇ જોટાણીયાની વાડીમાં ભાગીયા મજૂર તરીકે કામ કરતો છોટા ઉદેપુર તાલુકાના નાની સડલી ગામનો રામસીંગભાઇ ઘુઘરીયાભાઇ ધાણક જુના દેવળીયા ગામની સોડમ સીમમા આવેલી વિનોદભાઈની વાડીએથી હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નં. GJ-36-AA/9245 વાળુ ચોરી કરી નાસી જતા આ મામલે વિનોદભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text