મોરબી બ્રહ્મસમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે મહાકેમ્પ યોજાયો

- text


મોરબી:મોરબી સમસ્ત બ્રહ્મસમાજદ્વારા આજરોજ આયુષ્માન કાર્ડ કઢાવવા માટે નો કેમ્પ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

- text

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આજરોજ આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ સવારે ૯:૦૦ વાગ્યા થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધી મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે રાખવામાં આવેલ હતો. જે કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા,અમુલભાઈ જોષી,ઉપપ્રમુખ કિશોરભાઈ પંડ્યા,નરેન્દ્રભાઇ મહેતા,સુરેશભાઈ ત્રિવેદી, મનોજભાઈ પંડ્યા,આર્યન ત્રિવેદી,ધ્વનીતભાઈ દવે,વિવેકભાઈ શુક્લ વગેરે એ ખુબજ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં બ્રહ્મઅગ્રણી અનિલભાઈ મેહતા,ભુપતભાઈ પંડ્યા,મુકેશભાઈ જાની(ભૂદેવ),એડવોકેટ મનીષભાઈ જોષી,શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા, મુકુન્દ ભાઈ જોષી વગેરેએ હાજરી આપી હતી.

- text