લાંબા….કોરોના વેકેશન બાદ મોરબીમાં સરકારી પ્રાથમિક શાળાઓ ધમધમી

- text


ખાનગી શાળાઓ હજુ પણ વેઇટ એન્ડ વોચમાં : પ્રથમ દિવસે 40થી 45 ટકા બાળકો હાજર
મોરબી : કોરોના કાળના બે વર્ષના લાંબા અંતરાલ બાદ રાજ્ય સરકારના આદેશથી સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ ઘો.1.થી 5ની સ્કૂલો ફરી ધમધમી ઉઠી છે. જો કે હજુ ગણીગાંઠી ખાનગી સ્કૂલો જ શરૂ થઈ છે.મોટાભાગની ખાનગી સ્કૂલો હજુ પણ વેઇટ એન્ડ વોચમાં હોય તેમ શરૂ થઈ નથી.જ્યારે સરકારી સ્કૂલોમાં આજે પ્રથમ દિવસે 40થી 45 ટકા બાળકોની હાજરી જોવા મળી હતી.
રાજ્ય સરકારે કોરોના હળવો પડતા દિવાળી પછી ખુલતા વેકેશનમાં આજથી ધો.1 થી 5ની સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.તેથી મોરબી જિલ્લામાં પણ આજથી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ છે.જેમાં મોરબી જિલ્લામાં ધો.1 થી 5 ની કુલ 802 શાળાઓ છે.આ 802 પ્રાથમિક શાળાઓમાં 502 સરકારી અને 210 ખાનગી સ્કૂલોનો સમાવેશ થાય છે. તેમજ ધો.1 થી 5 વર્ગના કુલ 97154 વિદ્યાર્થીઓ અને 4350 શિક્ષકો નોંધાયેલા છે. લાંબા અંતરલ બાદ શાળા ખુલતા ઘણા વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મુકવા માટે ગઈકાલથી જ તૈયારીઓ કરીને આજે શાળાએ મોકલ્યા હતા.

મોરબી જિલ્લામાં આજથી તમામ સરકારી પ્રાથમિક શાળાઓ શરૂ થઈ ગઈ છે અને ભૂલકાઓનું વર્ગખંડમાં શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે. પરંતુ આજે પ્રથમ દિવસે અમુક જ  ખાનગી શાળાઓ શરૂ થઈ હતી. મોટાભાગની ખાનગી સ્કૂલો હજુ બે ત્રણ દિવસની રાહમાં હોય એવું લાગી રહ્યું છે.જેમાં વાલીઓને સમજણ આપી પછી જ ખાનગી શાળાઓ.ખુલે તેવી શક્યતા છે. એટલે આગામી 25મીએથી મોટાભાગની ખાનગી શાળાઓ ખુલી જશે. જ્યારે આજે સરકારી  પ્રાથમિક સ્કૂલોમાં પ્રથમ દિવસે 40 થી 50 ટકા જેવી વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. હજુ ઘણા લોકો પણ બે ત્રણ દિવસની રાહ જોયા બાદ પોતાના બાળકોને ભણવા મોકલશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text