ગુડ ન્યુઝ : કન્ટેનર ભાડામાં 30થી 50 ટકાનો ઘટાડો, ટાઇલ્સ એક્સપોર્ટને વેગ મળશે

- text


હેવી વેઇટ મટીરીયલ કેટેગરીમાં 15000 હજાર ડોલરને બદલે 10 હજાર ડોલર અને લાઈટ વેટ પ્રોડક્ટના ભાડામાં અડધો-અડધ ઘટાડો

મોરબી : સમગ્ર વિશ્વને હંફાવી રહેલ મોરબી સિરામીક ઉદ્યોગ માટે ખુબજ મહત્વના અને રાહતના સમાચાર મળી રહ્યા છે. વર્ષે દહાડે 15 હજાર કરોડથી વધુનું
એક્સપોર્ટ કરતા સિરામીક ક્લસ્ટરને કન્ટેનર ભાડામાં થયેલો વધારો મૂંઝવી રહ્યો હતો ત્યારે વૈશ્વિક નૂરભાડાં અને કન્ટેનર ભાડામાં ઘટાડો થયો છે જેમાં હેવી વેઇટ કેટેગરીમાં 30થી 35 ટકા અને લાઈટવેઇટ કેટેગરીમાં 50 ટકા જેટલો ઘટાડો થતા હાલમાં ઠપ્પ થયેલ સિરામીક પ્રોડક્ટ્નું એક્સપોર્ટ વધવાની આશા જાગી છે.

વૈશ્વિક લેવલે માલવાહક જહાજોનાં નૂરનો સૂચકાંક બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ સતત ઘટી રહ્યો હોય આસમાને પહોંચેલા નૂરભાડામાં ઘટાડો નોંધાયો છે.વિદેશમાં એક્સપોર્ટમાં ઉપયોગમાં લેવાતા કન્ટેનર ભાડામાં સતત વધારાને કારણે મોરબીના સિરામીક એક્સપોર્ટને માઠી અસર પડી હતી અને છેલ્લા ત્રણથી ચાર મહિનામાં એક્સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો થતા વાર્ષિક એક્સપોર્ટના આંકડાને અસર પણ પડી છે, જયારે બીજી તરફ વૈશ્વિક નૂરભાડામાં ઘટાડો થતા ફરી એક વખત મોરબીના એક્સપોર્ટને બુસ્ટ મળે તેવા અણસાર વચ્ચે હેવી વેઇટ અને લાઈટ વેઇટ કેટેગરીમાં 30થી 50 ટકા ભાડા ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે.

ગાંધીધામ કચ્છના ફોર્ચ્યુન શિપિંગ સર્વિસના દિગપાલસિંહ સોઢાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 28 ટન કેપેસીટી ધરાવતા હેવી વેઇટ સિરામીક ટાઇલ્સ મારબલ વગેરે પ્રોડક્ટના અગાઉ 15 હજાર ડોલર ભાવ હતો તે ઘટીને 10,000થી લઈ 10,500 સુધી થયા છે. એ જ રીતે લાઈટવેઇટ કેટેગરીમાં 20 તન કેપેસિટીમાં કન્ટેનર ભાડા ઘટીને 7500 ડોલર પહોંચી ગયા હોવાથી આગામી દિવસોમાં ભારતમાંથી નિકાસને વેગ મળે તેમ હોવાની આશા તેમને વ્યક્ત કરી હતી.

- text

દરમિયાન મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ કન્ટેનર ભાડામાં ઘટાડા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આસમાને પહોંચેલા નૂર ભાડામાં ઘટાડો થતા હાલમાં અમેરિકાના ભાડામાં 30 ટકા અને અન્ય દેશના ભાડામાં 10થી 15 ટકાનો ઘટાડો થયો છે અને હજુપણ ભાડા ઘટે તેવા સંકેત મળી રહ્યા છે તે જોતા આવનાર દિવસોમાં મોરબી સીરામીક પ્રોડક્ટ્નું એક્સપોર્ટ વેગવંતુ બનશે અને હાલની વિકટ સ્થિતિમાં આ ભાડા ઘટાડો મહત્વપૂર્ણ સાબિત થનાર હોવાનું તેમને અંતમાં ઉમેર્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text