ટંકારા ઓવરબ્રીજમાં ટેન્કર લટકાયું : ચાલકનો માંડ જીવ બચ્યો

- text


રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા લતીપર ચોકડીએ ઓવરબ્રીજ આફત બન્યો

ટંકારા : મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા લતીપર ચોકડીએ ઓવરબ્રીજ ઉપર ટેન્કર આજે બુરી રીતે ફસાયું હતું અને ઓવરબ્રીજ પર ટેન્કર લટકી જતા આ ઘટના નજરે જોનારા લોકોના ઘડીભર શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જો કે આ ઘટનામાં ટેન્કર ચાલકનો જીવ માંડ માંડ બચ્યો હતો.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા લતીપર ચોકડી પર આવેલા ઓવરબ્રીજમાં આજે એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું.ત્યારે ઓચિંતા જ કોઈ કારણોસર કાબુ ગુમાવતા ટેન્કર ઓવરબ્રીજ ઉપર ફસાઈ ગયું હતું.જેમાં ઓવરબ્રીજ ઉપર ટેન્કરનો અડધો ભાગ બહાર નીકળી ગયો હતો અને ટેન્કરનો આગળનો ભાગ ઓવરબ્રીજની બહાર લટકતો હોવાથી આ ઘટના જોનાર લોકોના જીવ પડીકે બંધાયા હતા. ઓવરબ્રીજ ઉપર લટકેલા ટેન્કરમાં ડ્રાઇવર અંદર જ હોય મુશ્કેલી મુકાઈ ગયો હતો.બાદમાં માંડ માંડ સલામત રીતે ટેન્કરમાંથી ડ્રાઇવર બહાર નીકળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મિતાણા ઓવરબ્રીજના નવનિર્માણ કામમાં જવાબદારોની ઘોર બેદરકારીને કારણે આ ઘટના બની હતી.જેમાં રવિવારે મોટું બોઇલર ઓવરબ્રીજ ઉપરથી નીચે પટકાયા બાદ આજે ટેન્કર લટકી ગયું હતું. જો કે સદનસીબે જાનહાની થઈ ન હતી પણ કલાકો સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text