- text
મોરબી : ઇન્ડીયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ઓપન ગરબા હરીફાઈમાં સોનાના ઇનામોની વણજાર કરવામાં આવી હતી.
ઇન્ડીયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા ઓપન મોરબી ગરબા હરીફાઈમાં મોટી સંખ્યામાં દીકરીઓએ ભાગ લીધો હતો. ગત તા. 15 ને દશેરાના રોજ યોજાયેલ આ હરીફાઈમાં 15 વર્ષ સુધીની બાળાઓ મન મૂકીને રમી હતી. છેલ્લા રાઉન્ડમાં ક્લબના સભ્યો વચ્ચે હરીફાઈ યોજાયેલ હતી. બંને હરીફાઈઓમાં પ્રથમ નંબરે આવેલ વિજેતાને સોનાની બુટી, બીજા નંબરે આવેલાને પણ સોનાની બુટી અને ત્રીજા નંબરે આવેલ હરીફને સોનાની ચૂક ઈનામમાં આપવામાં આવી તેમજ વિજેતા થયેલ તથા ભાગ લેનાર તમામ 80 હરીફોને પ્રોત્સાહન ઈનામ ડેકોરેટીવ ગ્લાસ નંગ 6નો સેટ આપવામાં આવ્યો તેમજ ક્લબના ભાગ લેનાર સભ્યોને પણ આ ગ્લાસ સેટ ભેટ આપવામાં આવેલ હતી.
કાર્યક્રમના અંતે તમામ હરીફો તેની સાથે આવેલ વાલીઓને નાસ્તો તથા ઠંડા સોફ્ટ ડ્રીંક આપવામાં આવેલ હતા. તમામ ઇનામો અને નાસ્તાના સ્પોનસર ક્લબના સભ્ય અને ગુજરાત સ્ટેટ ઉપપ્રમુખ ધીરુભાઈ સુરેલિયા રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ક્લબના પ્રમુખ ભાવેશભાઈ દોશી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, સેક્રેટરી હર્ષદભાઈ ગામી તથા પ્રોજેક્ટ ચેરમેન વંદનાબેન જોશી, ધર્મિષ્ઠાબેન વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text