શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અંગેના હુકમોની તાબડતોબ કામગીરી કરતા અધિકારીઓ

- text


શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ અંગેના હુકમોની તાબડતોબ કામગીરી કરતા અધિકારીઓ

પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોતાના વતનમાં હુકમો મંગાવી સહી કરી આપી

મોરબી : આજે તા.11ના રોજ ગાંધીનગર ખાતે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરાવવા અંગે દરખાસ્ત રજૂ કરવાનો હતો. પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બોટાદ ખાતે રિવ્યૂ બેઠકમાં ગયેલ હોય અને તેઓના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી, તેઓને ત્યાંથી સીધા વતન જવાનું થયેલ. તેમજ જિલ્લા પંચાયત કચેરીની શિક્ષણ શાખામાં કામગીરી સંભાળતા કર્મચારી પણ રજા પર હોય, મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવા અર્થેના હુકમોની કામગીરી થયેલ નહીં.

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ઉચ્ચત્તર પગારની દરખાસ્ત ગાંધીનગર રજૂ થઈ શકે તેવા કોઈ સંજોગો નહિ જણાતા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ઉપસ્થિત થયેલ પ્રશ્નનું યોગ્ય રીતે નિરાકરણ લાવવા તા.08ના રોજ લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી. જેના પરિણામ સ્વરૂપ આ બાબતે પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવતા, તા.09, શનિવારના રોજ કચેરીમાં રજા હોવા છતાં અને કચેરીમાં કામગીરી સંભાળતા કર્મચારી પણ રજા પર હોય બહારગામ હોવા છતા સુચનાને શિરોમાન્ય ગણીને આજે મોરબી જિલ્લાના શિક્ષકોના હુકમો તૈયાર કરવા જિલ્લા કચેરી ખાતે હાજર રહેલ અને હુકમો તૈયાર કરવામાં આવેલ.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ સોલંકીએ હકારાત્મક અભિગમ અને ઉમદા સ્વભાવ ધરાવતા હોય, તેઓએ પોતાના વતન અમોને બોલાવી રજાના દિવસે પણ રાત્રે 9 વાગ્યે હુકમોમાં સહી કરીને શિક્ષકોને ન્યાય આપ્યો છે. આ કામગીરીમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી. સી. કાવર અને જિલ્લા શિક્ષણ કચેરીમાં કામ કરતા શિક્ષક કર્મચારી યોગેશભાઈ કડીવારનો પણ ખુબ સહકાર પ્રાપ્ત થયેલ છે. તેમ ઘનશ્યામભાઈ એસ.દેથરિયા- પ્રમુખ, મોરબી જિ.પ્રા.શિ.સંઘ અને દિનેશભાઈ આર.હુંબલ- મહામંત્રી, મોરબી જિ.પ્રા.શિ.સંઘની યાદીમાં જણાવાયું છે.

- text

- text