મોરબીમાં આયોજિત એક્સપોર્ટ કોન્ક્લેવમાં 300થી વધુ એક્સપોર્ટર જોડાયા

- text


સીરામીક ઉદ્યોગની સાથે -સાથે અન્ય ઉદ્યોગ સાહસિકોએ પણ નિકાસ માટે ઉત્સુકતા દાખવી

મોરબી : મોરબીમાં આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી સીરામીક એસોસીએશનના સહિયારા પ્રયાસોથી એક્સપોર્ટ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. જેમાં સીરામીક ઉપરાંત પોલીપેક સહિતના અન્ય ઉદ્યોગકારોએ પણ રસ દાખવી તજજ્ઞો પાસેથી નિકાસ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર મોરબી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી અને મોરબી સીરામીક એસોશિએશનના સંયુક્ત ઉપક્રમે અહીંની હોટેલ ફર્ન રિસોર્ટ ખાતે એક્સપોર્ટને ઉતેજન આપવા એક દિવસીય કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. જેમાં મોરબીના નવલોહિયા 300થી 350 જેટલા ઉદ્યોગ સાહસિકો ઉત્સાહભેર જોડાયા હતા અને એક્સપોર્ટ અંગે તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

- text

એક્સપોર્ટ કોન્ક્લેવમાં અધિક નિવાસી કલેકટર એન.કે.મુછાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર એસ.બી. ભાટિયા, એસબીઆઇના યાદવેન્દ્રકુમાર, રાકેશ કુમાર, ફોરેન ટ્રેડ પોલિસી એક્સપર્ટ મનીષ જૈન, મોરબી સીરામીક એસોસીએશનના મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરીયા, વિનોદ ભાડજા, કિરીટભાઈ પટેલ અને જગદીશભાઈ પનારા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text