મોરબીમાં નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં બે દિવસીય ટીચર્સ ટ્રેઇનિંગ વર્કશોપ યોજાયો

- text


લાયન્સ ક્લબ દ્વારા આયોજન કરાયું

મોરબી : NEP 2020 (નવી શિક્ષણનીતિ)ને સમજીને તેનો અસરકારક અમલ થાય તે હેતુથી મોરબીના નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન ખાતે લાયન્સ ક્લબ દ્વારા ટીચર્સ ટ્રેઇનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

બે દિવસનાં ટીચર્સ ટ્રેઇનિંગ વર્કશોપમાં ઇન્ટરનૅશનલ ટ્રેઇનર યોગેશભાઈ પોટા દ્વારા શિક્ષકોને બાળકો સાથે કઈ રીતે તાદાત્મ્ય જાળવવું, બાળકો દ્વારા પરિવાર, સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા કેટલી અગત્યની છે તે સમજાવ્યું હતું. બાળકોને હસતાં-રમતાં ભાર વગરનું ભણતર આપીને ભારતના ભવિષ્યને વિદ્યાર્થીઓ થકી કઈ રીતે ઉજ્જવળ બનાવવું વગેરે બાબતો પર નવયુગ ગ્રૂપના 40 શિક્ષકોને ટ્રેઇનિંગ અપાઈ હતી. આ સાથે નવી શિક્ષણનીતિ મુજબ વિદ્યાર્થીને ભણાવવાની નવીનતમ પધ્ધતિનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બે દિવસના અંતે શિક્ષકો તરફથી ખૂબ જ હકારાત્મક તેમજ ઉત્સાહવર્ધક પ્રતિભાવો મળ્યા હતા. આ તકે ભાગ લેનાર શિક્ષકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સન્માનિત કરાયાં હતાં.

આ ટીચર્સ ટ્રેઇનિંગ વર્કશોપમાં જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી હિરલબેન, નવયુગ ગ્રૂપના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ સંકુલના પ્રિન્સિપાલ યતિનભાઈ રાવલ, PDG PMJF ચંદ્રકાન્તભાઈ દફતરી, રીજન ચેરપર્સન PMJF રમેશભાઈ રૂપાલા, ચેરપર્સન MJF તુષારભાઈ દફતરી, લાયન્સ ક્વેસ્ટ એમ્બેસેડર મુકેશભાઈ પંચાસરા, ક્લબના પ્રમુખ પ્રેયસ પંડ્યા, ક્લબ કેબિનેટના સદસ્ય રવિન્દ્રભાઈ ભટ્ટ, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડીયા, પ્રોજેક્ટ ચેરમેન બીરેન્દ્રસિંહ રાઠોડ વગેરે મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરી ટીચર્સ ટ્રેઇનિંગ વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text