MCX વિક્લી રિપોર્ટ : બુલડેક્સમાં 311 અને મેટલડેક્સમાં 825 પોઈન્ટની મૂવમેન્ટ

- text


સોનાના વાયદાના ભાવમાં રૂ.20 અને ચાંદીમાં રૂ.288નો ઘટાડોઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

કોટનમાં ઉછાળોઃ મેન્થા તેલ, રબરમાં નરમાઈ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 17 થી 23 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન 20,39,248 સોદાઓમાં કુલ રૂ.1,60,869.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 311 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 825 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં એમસીએક્સ પર સોના-ચાંદીમાં 9,44,957 સોદાઓમાં કુલ રૂ.46,117.48 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.46,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.46,799 અને નીચામાં રૂ.45,853 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.20 ઘટી રૂ.46,056ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.154 ઘટી રૂ.37,064 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.4,597ના ભાવે બંધ થયો હતો.

સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,090ના ભાવે ખૂલી, રૂ.37 ઘટી રૂ.46,083ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.61,168 સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,672 અને નીચામાં રૂ.59,222 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.288 ઘટી રૂ.60,789 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.322 ઘટી રૂ.61,024 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.331 ઘટી રૂ.61,009 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 1,93,895 સોદાઓમાં રૂ.35,686.20 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.45 વધી રૂ.235.75 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.85 વધી રૂ.266ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.9.20 ઘટી રૂ.712.65 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.4 વધી રૂ.1,481.70 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.20 વધી રૂ.191ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 5,39,568 સોદાઓમાં કુલ રૂ.42,807.97 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,341ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,434 અને નીચામાં રૂ.5,134 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.80 વધી રૂ.5,425 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.22.60 ઘટી રૂ.366.90 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 12,756 સોદાઓમાં રૂ.1,476.42 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,378ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1425 અને નીચામાં રૂ.1369.50 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.34 વધી રૂ.1,422.50 બંધ થયો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,389ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,650 અને નીચામાં રૂ.16,750 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.476 ઘટી રૂ.16,836ના ભાવે બંધ થયો હતો.

સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,115ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1129.50 અને નીચામાં રૂ.1102 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.2.90 વધી રૂ.1127.80 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.36.90 ઘટી રૂ.922.20 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.200 વધી રૂ.25,810બંધ થયો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 2,12,984 સોદાઓમાં રૂ.22,463.52 કરોડનાં 48,512.281 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 7,31,973 સોદાઓમાં કુલ રૂ.23,653.96 કરોડનાં 3,903.040 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.3,638.97 કરોડનાં 1,58,395 ટન, જસતના વાયદાઓમાં રૂ.3,878.85 કરોડનાં 1,51,730 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.15,284.60 કરોડનાં 2,15,442.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.11,772.69 કરોડનાં 80,712 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,111.09 કરોડનાં 60,015 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,37,703 સોદાઓમાં રૂ.11,446.53 કરોડનાં 2,16,83,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 4,01,865 સોદાઓમાં રૂ.31,361.44 કરોડનાં 84,86,75,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 17 સોદાઓમાં રૂ.0.47 કરોડનાં 68 ટન અને કોટનના વાયદાઓમાં 1,817 સોદાઓમાં રૂ.141.40 કરોડનાં 55625 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 2,845 સોદાઓમાં રૂ.107.81 કરોડનાં 1159.56 ટન, રબરના વાયદાઓમાં 214 સોદાઓમાં રૂ.4.18 કરોડનાં 245 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 7,863 સોદાઓમાં રૂ.1,222.56 કરોડનાં 1,10,330 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં એમસીએક્સ પર 19,005.249 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 652.772 ટન, એલ્યુમિનિયમમાં 18,715 ટન, જસત વાયદામાં 8,860 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,0450 ટન, નિકલ વાયદામાં 2,239.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 8,150 ટન, ક્રૂડ તેલમાં 7,87,500 બેરલ અને નેચરલ ગેસમાં 1,19,17,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 164 ટન, કોટનમાં 56325 ગાંસડી, મેન્થા તેલમાં 515.52 ટન, રબરમાં 67 ટન, સીપીઓમાં 84,580 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 22,390 સોદાઓમાં રૂ.1,874.28 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 11,608 સોદાઓમાં રૂ.897.68 કરોડનાં 13,014 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 10,782 સોદાઓમાં રૂ.976.60 કરોડનાં 12,203 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 2,440 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,012 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,859ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,931 અને નીચામાં 13,620ના સ્તરને સ્પર્શી, 311 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 29 પોઈન્ટ ઘટી 13,754ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,120ના સ્તરે ખૂલી, 825 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 126 પોઈન્ટ વધી 16,218ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 3,25,682 સોદાઓમાં રૂ.32,907.39 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9,766.20 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.621.56 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.22,507.86 કરોડનાં કામકાજ થયાં હતાં.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text