26 જુલાઈથી દેશના પ્રથમ વર્ચ્યુઅલ સિરામિકસ એક્સ્પોનો શુભારંભ

- text


મોરબી : ઓકટાગોન કંપની દ્વારા દેશના પ્રથમ ઓનલાઇન એક્ઝિબિશન સિરામિકસ વર્ચ્યુઅલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. સિરામિકસ વર્ચ્યુઅલ એક્સ્પોનો તા.26 જુલાઈથી આરંભ થશે.જેમાં દેશ બહારના આયાતકારો અને બિલ્ડિંગ કોન્ટ્રાકટર મોટી સંખ્યામાં ભાગ લેશે.

મોરબીને આંતરરાષ્ટ્રીય ફલક પર મુકનાર વાઇબ્રન્ટ સિરામિકસ એક્સપોના આયોજક ઓકટાગોન કંપની દ્વારા વર્તમાન કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજિત કરેલ સિરામિકસ વર્ચ્યુઅલ એક્સ્પો 1.0નો તા.26 જુલાઈથી ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે.ભારતનું આ પ્રથમ ઓનલાઇન એક્ઝિબિશન છે કે જે AI પ્લેટફૉર્મ પર રીયલ ટાઈમ ૩D ડિસ્પ્લે સાથે થઈ રહ્યું છે. સમગ્ર દુનિયામાં સિરામીક ક્ષેત્રનું આ સર્વ પ્રથમ વર્ચ્યુઅલ એક્ઝિબિશન છે.

એક્સપોર્ટને જ કેન્દ્ર સ્થાને રાખી આયોજિત કરાયેલા આ એક્સ્પોમાં ફક્ત અને ફક્ત ભારત દેશની બહારના જ ખરીદદારો, આયાતકારો અને બિલ્ડિંગ કોન્ટ્રાકટર ભાગ લઈ શકશે. ૨૯ મી જુલાઇ સુધી ૨૪ કલાક ચાલનારા આ એક્સ્પોમાં મોરબી સહીત ભારતની ખ્યાતનામ કંપની જેવી કે વરમોરા, ઇટાલિકા, સનહાર્ટ, મિલેનિયમ, મોટ્ટો, રામોસ વિગેરે હિસ્સો લઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, ઈજીપ્ત, મલેશિયા, મેક્સિકો, ઓમાન, સાઉથ આફ્રિકા, અમેરિકા, બ્રિટન, યમન સહિતના અનેક દેશોના રજિસ્ટર્ડ ખરીદદારો જોડાશે.

સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રચાયેલ આ પ્લેટફોર્મને જગતભરના સિરામિક વેપારીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આ એક્સ્પોની સફળતા આગામી સમયમાં સિરામિક ઉદ્યોગને એક નવી દિશા ચીંધશે. જે નિયંત્રિત ખર્ચ, સમયની બચત સાથે યાત્રાની હાડમારી વગર ઘર બેઠે અભૂતપૂર્વ લાભ અપાવશે.

- text

www.ceramixexpo.com

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text